________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૩૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ કર્માદિ-નિમિત્ત છે. નિમિત્ત એટલે ઉપાદાનનું કાંઈ કરે એમ નહિ, નિમિત્ત એટલે ઉપાદાનના કાળે સાથે બીજી એક સાનુકૂળ ચીજ છે બસ; બાકી નિમિત્ત-૫૨દ્રવ્યને કારણે કાંઈ જ્ઞાનની પરિણિત થઈ છે એમ નથી. નિમિત્ત અને ઉપાદાન-બન્નેનો સમકાળ છે એટલું. શાસ્ત્ર-ભાષામાં તેને કાળપ્રત્યાસત્તી કહે છે.
જેમકે -આત્મામાં અંદર જ્ઞાનની પરિણિત થાય તે કાળે શરીર આમ હલ્યું; હવે બન્નેનો એક જ કાળ છે, સમકાળ છે, પણ તેથી જ્ઞાનથી શરીર હલ્યું એ વાત ક્યાં રહી ? તથા શ૨ી૨ ક્યું માટે જ્ઞાન થયું એમ પણ ક્યાં રહ્યું? શરીરનું હલવું છે તે જડની પર્યાય છે, ને જ્ઞાન થયું તે જીવની-ચેતનની પર્યાય છે. શરીરની અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત હો, પણ જ્ઞાનનું પરિણમન શરીરથી થયું એમ કદાપિ નથી. બન્નેમાં સમકાળે પ્રગટ થતાં પરિણમન પોતપોતામાં સ્વતંત્ર છે; આનાથી આ પરિણમન થયું એમ કદી છે જ નહિ, હોઈ શકે નહિ.
અહા ! જીવ ચોરાસીના અવતારમાં દુઃખી દુઃખી થઈને રખડી મરે છે. કીડી, કાગડા, કંથવા, નરક-નિગોદાદિના અનંત અનંત ભવ કરીને એણે પારાવાર દુઃખ સહન કર્યું છે. અરે! સાંભળ્યાં જાય નહિ એવાં અપાર ઘોર દુ:ખ એણે અજ્ઞાનભાવે સહન કર્યાં છે. એના દુ:ખનું શું કથન કરીએ ? અરે! એ મનુષ્ય તો અનંત વાર થયો, પણ રાગથી હું ભિન્ન ચિત્માત્ર આત્મા છું, પરનું હું કાંઈ ન કરું ને ૫૨ મારું કાંઈ ન કરે—એવું ભેદજ્ઞાન એણે કર્યું નહિ. ભાઈ! તારી જે ચીજ નથી તેને તેં પોતાની માની છે, સંયોગીભાવ વિભાવ છે તેને તેં સ્વભાવ માન્યો છે તો હૈ ભાઈ! તારા ભવભ્રમણનો અંત નહિ આવે. અરે ! તને ભવનો ભય નથી!
યોગસારમાં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે:
ઇચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત; તે ભવિ જીવ સંબોધવા, દોહા રચ્યા એક ચિત્ત.
અહા ! આચાર્ય કહે છે-ભવ-ભયથી ડરીને આ શાસ્ત્ર હું બનાવું છું. શું કામ ? કે ભવ-ભયનો જેમને ડર છે એવા ભવ્ય જીવોને સંબોધવા આ દોહા રચું છું. ભાઈ! ભવ અને ભવના ભાવનો જેને પ્રેમ છે તેને ભવ-ભયનો ડર નથી. શું થાય? અરે! એ ક્યાંય ભવસમુદ્રમાં ખોવાઈ જશે.
જુઓને, આવી સત્ય વાત બહાર આવી ત્યાં જૈનમાં પણ કોઈ લોકોએ ગડબડ ઊભી કરી છે. પં. શ્રી ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી ‘જૈન તત્ત્વમીમાંસા' માં લખે છે કે(પાન ૨૯૦)
જ્યારથી બધા દ્રવ્યોની ક્રમબદ્ધ ( ક્રમનિયમિત ) પર્યાયો થાય છે એવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
66