________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ]
[ ૩૬૧ થઈને દેખે તો તે પરદ્રવ્યરૂપ જ થઈ જાય; અને તો તેનો-ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પણ એમ બનતું નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરપણે સંક્રમણ થવું અશક્ય છે. માટે, કહે છે-દર્શક પુદ્ગલાદિ પરદ્રવ્યોનો નથી, દેવનો નથી, ગુરુનો નથી, શાસ્ત્રનો નથી, વ્યવહારરત્નત્રયનો નથી. અહીં તો બહારનાં સર્વ દશ્ય પદાર્થોથી ખસીને શુદ્ધ એક દર્શનશ્રદ્ધાનગુણથી ભરેલા ભગવાન આત્માની અંતર્દષ્ટિ કરવી બસ એ એક જ પ્રયોજનની વાત છે. સમજાય છે કાંઈ...?
જુઓ, અખબારમાં સમાચાર આવ્યા છે ને? કે એક કોલેજીઅન બી. એ. એલ. એલ. બી. ની પરીક્ષામાં નિષ્ફળ થયો તો તે પ્રતિકૂળતા સહન ન થવાથી તળાવમાં પડતું મૂકી આપઘાત કરીને મરી ગયો. અરે સંસાર! સહેજ પ્રતિકૂળતા સહન ન થઈ ત્યાં તીવ્ર કષાયના બૂરા પરિણામ કરીને જીવ હલકી ગતિમાં (નરકાદિમાં) ચાલ્યો જાય છે. અરે! ત્યાં અતિશય ભારે પ્રતિકૂળતા કેમ સહન થશે? બાપુ! મિથ્યાત્વના સેવન દ્વારા અનાદિ કાળથી તું નિષ્ફળ જ થતો આવ્યો છું. તારા દુઃખોનું શું કથન કરીએ? (એમ કે તે અતિશય છે) માટે હવે દશ્ય પદાર્થોને દેખવાનું છોડી એક દેખનારને અંતરમાં દેખ. સમ્યગ્દર્શનનો વિષય તે એક જ્ઞાયકદર્શક પ્રભુ જ છે. એ સિવાય જગતની કોઈ પરવસ્તુ, એક સમયની પર્યાય કે ગુણ-ગુણીનો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. દેખનારને દેખું એવો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. એ તો આગળ કહેશે કે દેખનારને દેખવો, શ્રદ્ધનારને શ્રદ્ધવો-એય વ્યવહારનય છે. અરે! લોકોને સત્યમાર્ગની ખબર નથી !
આ વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે રાગ છે. તે રાગને દેખવા-શ્રદ્ધવાથી કાંઈ દર્શકગુણની-શ્રદ્ધાગુણની પર્યાય પ્રગટ થતી નથી. બાપુ! રાગને દેખવા-શ્રદ્ધવાથી રાગ ઉપરનું લક્ષ રહે છે, ને પોતાની ચીજ–દષ્ટા-જ્ઞાતા પ્રભુને દેખવા-શ્રદ્ધવાનું રહી જાય છે; અર્થાત એનું મિથ્યાદર્શન ઊભું રહે છે. આવી વાત! બાપુ! આ તો ભગવાનની ધર્મસભામાં એક ભવતારી સમકિતી ઇન્દ્રો જેને સાંભળે છે તે આ વાત છે. અંદર જ્ઞાતાદષ્ટાસ્વરૂપ પોતે ભગવાન છે-હમણાં પણ ભગવાન છે હીં-અહાહા....! એવા નિજસ્વરૂપની અંતર્દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે અને તે ધર્મ છે. શ્રદ્ધનાર-દર્શકના આશ્રયે શ્રદ્ધનારી પર્યાય પ્રગટ થાય એની અહીં વાત છે; બાકી બધાં થોથાં છે. ગજબ વાત છે ભાઈ !
આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે શરીરાદિ પરદ્રવ્યમાં કે રાગાદિ પરભાવમાં પ્રવેશ કરતી નથી. અહાહા..! પોતાની પર્યાયનું સંક્રમણ થઈને, બદલીને બીજાની પર્યાયરૂપ થઈ જાય એ તો નિષિદ્ધ છે, ગાથા ૧૦૩ માં પૂર્વે જ એનો નિષેધ કરવામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com