SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ ] ચિન રત્નાકર ભાગ-૯ થશે, આત્મજ્ઞાન નહિ થાય. ભેદના લક્ષમાં તું રોકાઇ રહે એ તો વિપરીતતા છે, મિથ્યાત્વ છે ભાઈ ! આવી વાત! તો પરમાર્થ શું છે? જ્ઞાયક જ્ઞાયક જ છે–એ નિશ્ચય છે, પરમાર્થ છે. હું જ્ઞાયક જ છું એમ અભેદદષ્ટિ થવી એ સમ્યગ્દર્શન છે અને એ સૌ પ્રથમ ધર્મ છે. આ સિવાયના ક્રિયાકાંડ બધા થોથેથોથાં છે, અસત્યાર્થ છે, હિતરૂપ નથી. આ રીતે અહીં એમ બતાવ્યું કે૧. આત્મા પરદ્રવ્યને જાણે છે–એ વ્યવહારકથન છે, ૨. આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે. ૩. જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. વળી (જેવી રીતે જ્ઞાયક વિષે દષ્ટાંત-દષ્ટતથી કહ્યું છે એવી જ રીતે દર્શક વિષે કહેવામાં આવે છે: આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરવાયોગ્ય પદાર્થ છે. હવે, શ્વેત કરનારી ખડી, ચેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી ? – એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે:- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ: જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે - આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંતઆદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વ જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે ) ખડી ભીંતઆદિની નથી.’ હુવે કહે છે (આગળ વિચારીએ.) “જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે- એ નિશ્ચય છે' “જેમ આ દષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દાર્ટીત છે: Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy