________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬૫ ]
[ ૩૫૩ પામે છે (-ઉત્પન્ન થાય છે ) [ યાવત્ તત્ જ્ઞાનું જ્ઞાન ન ભવતિ] કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય [પુન: વોધ્યમ્ વધ્યતાં ન યાતિ] અને શેય શેયપણાને ન પામે. [ તત. ફર્વ જેવકૃત-અજ્ઞાનમાવું જ્ઞાન ભવતુ] માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ- [ોન માવ–3માવ તિરયન પૂર્ણસ્વમાવ: મવતિ] કે જેથી ભાવઅભાવને (રાગ-દ્વેષને ) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ ( પ્રગટ) થાય.
ભાવાર્થ- જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, શય શેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ ઊપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે. ૨૧૭.
સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬૫ : મથાળું (ખડી તો ખડી જ છે” –એ નિશ્ચય છે; “ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંત-સ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે” એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે “જ્ઞાયક તો જ્ઞાયક જ છે.' –એ નિશ્ચય છે; જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં પરદ્રવ્યોને જાણે છે” એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છે:
* ગાથા ૩૫૬ થી ૩૬૫ : ટીકા ઉપરનું પ્રવચન * “આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત આદિ પદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે.”
શું કહે છે? કે આ જગતમાં સેટિકા નામ ખડી છે તે શ્વેતગુણથી ભરેલું દ્રવ્ય છે, અને ભીંત આદિ પરદ્રવ્ય છે તે વ્યવહારથી ખડીનું ચૈત્ય છે. “વ્યવહારથી' કેમ કહ્યું? કારણ કે ખડી ખડીરૂપ છે, ભીંત ભીંતરૂપ છે, ખડી છે તે ભીંતમાં પ્રવેશ કરતી નથી. માટે ખડી ભીંતને ધોળી કરે છે વા ભીંત ખડીનું શ્રેય છે એમ કહેવું તે વ્યવહાર છે. (નિશ્ચયથી તો ખડી ભીંતને અડીય નથી)
, ખડી દ્રવ્ય છે, શ્વેત તેનો ગુણ-સ્વભાવ છે, અને ભીંત ખડીનું વ્યવહાર ચૈત્ય છે, અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે. આમાં દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય સિદ્ધ થયાં. હવે કહે છે“હવે શ્વેત કરનારી ખડી, ચેત કરાવાયોગ્ય જે ભીંત આદિ પરદ્રવ્ય તેની છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com