________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩પ૬ થી ૩
[ ૩૫૧ (શાર્દૂનવિક્રીડિત) शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यातरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः।। २१५ ।। અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.
- હવે વ્યવહારનય વિષે. વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિમિત્તનૈમિત્તિકભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી જનો કહે છે કે-આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે.
એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત (જેમ કહ્યું છે તેમ) શ્રદ્ધાન કરવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ શુદ્ધ-દ્રવ્ય-નિરુપU–મર્પિત–મતે: તત્ત્વ સમુFશ્યત:] જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી–લગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે, તે પુરુષને [પદ્રવ્ય–તે —િપિ દ્રવ્ય—અન્તરં નાતુતિ ન વાસ્તિ] એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ) ભાસતું નથી. [વત્ તુ જ્ઞાનં શેયમ્ સર્વતિ તત્ માં શુદ્ધ-સ્વભાવ-૩ય:] જ્ઞાન જ્ઞયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. [નના:] આમ છે તો પછી લોકો [ દ્રવ્ય-અન્તર–પુણ્વન–આવુp7–fઘય:] જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા [ તસ્વીત્] તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) [ વિરું વ્યવન્ત] શા માટે શ્રુત થાય છે?
ભાવાર્થ- શુદ્ધનયની દૃષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરશયો સાથે પરમાર્થ સંબંધ છે' એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે-આ લોકો તત્ત્વથી કાં ટ્યુત થાય છે? ૨૧૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com