________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૦ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ ઇત્યાદિ પરદ્રવ્ય સાથે આત્માને કોઈ સંબંધ નથી. આમ છે ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય? ન હોય.
* કળશ ૨૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે-અન્ય દ્રવ્ય આ કર્યું -તે વ્યવહારની દૃષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે, તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી.'
આત્મા ત્રિકાળી વસ્તુ છે; તેનો જ્ઞાન ત્રિકાળી ગુણ છે, તેની-જ્ઞાનની પર્યાય પ્રતિસમય પોતાથી થાય છે. ભગવાનની વાણીથી જ્ઞાન થયું એમ કહીએ તે વ્યવહારનયની દષ્ટિથી જ છે. નિશ્ચયથી તો ભગવાનની વાણીએ આત્માનું કાંઈ કર્યું નથી. “ભગવાનની વાણી” –એમ કહીએ એય વ્યવહારનય છે, વાસ્તવમાં પાણી ભગવાને કરી નથી; વાણીની કર્તા વાણી છે, ભગવાન તો નિમિત્તમાત્ર છે. તેવી રીતે જ્ઞાન થવામાં વાણી-શબ્દો નિમિત્ત છે, ત્યાં નિમિત્તે કાંઈ કર્યું નથી; કેમકે પરિણમન –એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય પોતે જ પરિણમતું થયું વર્તમાન–વર્તમાન અવસ્થારૂપ થાય છે, તેમાં નિમિત્તાદિ પરવસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી. જ્ઞાનનું પરિણમન થાય તેમાં પાણી આદિ નિમિત્ત કાંઈ કરી શકતું નથી. આવી જૈનશાસનની વાત ખૂબ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ !
આ પાણી ઉનું થાય છે તે પોતાથી થાય છે. અગ્નિ તેમાં નિમિત્ત હો, પણ શીત અવસ્થા બદલીને વર્તમાનમાં ઉષ્ણ થઈ તે પાણીનું પોતાનું પરિણમન છે, અગ્નિએ તેમાં પોતાનું કાંઈ ભેળવ્યું નથી. અગ્નિથી પાણી ઉનું થયું એમ કહીએ તે વ્યવહારદષ્ટિથી છે, નિશ્ચયથી અગ્નિએ પાણીનું કાંઈ કર્યું નથી. આવી વાત !
આત્મામાં જ્ઞાનનું પરિણમન થાય ત્યાં પરશેય નિમિત્ત હો, પણ નિમિત્તે તેમાં કાંઈ કરતું નથી, ઉપાદાનનું કાર્ય થાય તેમાં પરવસ્તુ-નિમિત્તનું કાંઈ કર્તવ્ય નથી. ઉપાદાન – નિમિત્તના દોહરામાં બનારસીદાસજીએ કહ્યું છે કે
ઉપાદાન બલ જહાઁ તહોં, નહિ નિમિત્તકો દાવ.'
જ્યાં જાઓ ત્યાં સર્વત્ર દ્રવ્યમાં પોતાની પર્યાય ઉપાદાનના બળથી થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવ નથી, અર્થાત્ નિમિત્ત કાંઈ કરતું નથી.
બાપુ! જ્યાં સુધી આવી પર્યાયની સ્વતંત્રતા બેસે નહિ ત્યાં સુધી દ્રવ્ય-ગુણની સ્વતંત્રતા કેમ બેસે? અને દ્રવ્ય-ગુણની સ્વતંત્રતા જ્ઞાનમાં ભાસ્યા વિના દષ્ટિ દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com