________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ]
[ ૩૩૧
તો શાસ્ત્રમાં તો એમ આવે છે કે બે કારણથી કાર્ય થાય છે?
હા, આવે છે; તેમાં એક ઉપાદાનકારણ છે. તે વસ્તુની નિજશક્તિરૂપ છે અને તે વાસ્તવિક કારણ છે. જોડે બીજું નિમિત્તકા૨ણ છે; તે ૫૨વસ્તુ-બીજી ચીજ છે, તે યથાર્થ કારણ નથી પણ આરોપિત કારણ છે. ભાઈ ! નિમિત્ત છે એ તો ઉપાદાનની બહાર ફરે છે, તે ઉપાદાનમાં શું કરે ? કાંઈ ન કરે. નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થતું નથી. માટે કર્મના ઉદયથી વિકાર થાય છે એમ કેટલાક માને છે તે સત્યાર્થ નથી.
જુઓ, સમયસારની ત્રીજી ગાથામાં આવે છે:- કેવા છે પદાર્થો? કે પ્રત્યેક પદાર્થ પોતામાં અંતર્મગ્ન રહેલ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયોને ચુંબે છે, તથાપિ તેઓ પરસ્પર એકબીજાને ચુંબતા નથી-સ્પર્શતા નથી. આ ભગવાનની વાણી છે. ‘ભગવાનની વાણી ’ એ તો એમ નિમિત્તથી કહેવાય, બાકી વાણી તો વાણીની છે, ભગવાન તો એને સ્પર્શતાય નથી. વળી વાણી સાંભળીને કોઈને અંતઃજાગૃતિ થતાં જ્ઞાન થયું તો તે કાંઈ વાણીથી થયું છે એમ નથી. જ્ઞાનની પર્યાયથી વાણીની પર્યાય તો બહાર લોટે છે; ત્યાં વાણી જ્ઞાનને કેમ કરે ? ભાઈ! દ્રવ્યમાં સમયે સમયે જે જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે, જોડે નિમિત્ત છે માટે તે પર્યાય થાય છે એમ છે જ નહિ, કારણ કે નિમિત્ત છે તે બહાર જ લોટે છે, ઉપાદાનને અડતું જ નથી.
ત્યારે કોઈ વળી કહે છે-પાણી અગ્નિથી ઉભું થાય છે એમ અમને પ્રત્યક્ષ દેખાય છે. જો અગ્નિથી પાણી ઉભું ન થતું હોય તો અગ્નિ ન હોય ત્યારે પણ તે ઉભું થવું જોઈએ
ને?
સમાધાનઃ- પ્રત્યક્ષ શું દેખાય છે? એ તો સંયોગદષ્ટિથી તું જુએ છે તો એમ દેખાય છે, પણ એ (–એમ માનવું એ) તો અજ્ઞાન છે; કેમકે અગ્નિના કણો પાણીને અડતા જ નથી, પાણીની બહાર જ ફરે છે. છે ને કળશમાં ‘વૃત્તિ: સ્તુતિ' ? છે કે નહિ? અરે ભાઈ! અગ્નિ અગ્નિમાં ને પાણી પાણીમાં -બન્ને ભિન્ન ભિન્ન પોત પોતામાં અવસ્થિત ૨હેલાં છે. હવે આવું છે ત્યાં અગ્નિ પાણીને ઉનું કેવી રીતે કરે? લ્યો, આવું ઝીણું! તત્ત્વનો વિષય બહુ ઝીણો છે ભાઈ! અજ્ઞાનીને સ્થૂળદષ્ટિમાં નિમિત્તાધીનદષ્ટિમાં આ બેસવું બહુ કઠણ છે.
-
અજ્ઞાનીએ જ્યાં હોય ત્યાં ‘નિમિત્તથી થાય' એમ માંડી છે, પણ અહીં કહે છેઅન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. અગ્નિ પાણીમાં પ્રવેશતી નથી. આવી વાત! પાણીની શીતળ અવસ્થા હો કે ઉષ્ણ, તે તે અવસ્થામાં પાણીના પરમાણુઓ જ તે તે રૂપે ( શીત-ઉષ્ણરૂપે) પરિણમે છે, બાહ્ય વસ્તુ તો તેમાં નિમિત્તમાત્ર જ છે, અનુકૂળમાત્ર જ છે, બસ. અગ્નિ છે માટે પાણી ઉનું થયું છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com