________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ વશે કર્તાનો અને ભોક્તાનો ભેદ હો કે ન હો, અથવા કર્તા અને ભોક્તા બને ન હો; વસ્તુને જ અનુભવો. એમ કે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માને જ ચેતવાથી–અનુભવવાથી ધર્મ થાય છે. અહાહા....! કર્તા-ભોક્તાના સર્વ વિકલ્પ છોડીને, કહે છે, સ્વાભિમુખ થઈ એક સ્વશુદ્ધ ચૈતન્યમય આત્માને જ અનુભવો. લ્યો, આનું નામ ધર્મ છે. છે ને અંદર? છે કે નહિ? કે “વસ્તુ વ સગ્નિજ્યતાન' અહાહા...! વસ્તુને જ અનુભવો; અંતર્મુખ થઈ સ્વદ્રવ્યને જ અનુભવો. આવો અનુભવ-સ્વાનુભવ કરવો એનું નામ જૈનધર્મ છે. બાકી બધું (વ્રત, ભક્તિ આદિ) થોથાં છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે- “નિપુર્ણ: સૂત્રે રૂવ રૂ માત્મનિ પ્રોતા વિ—ચિંતામળિ–મતિ વરિત્ ભેજું ન શયા' જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી.
અહાહા...! શું કહે છે? જેમ ચતુર પુરુષોએ દોરો પરોવીને ગૂંથેલી મણિરત્નની માળા ભેદી શકાતી નથી તેમ નિત્ય ચૈતન્યસ્વભાવરૂપ દોરાથી પરોવેલી સહજ અકૃત્રિમ ચૈતન્યચિંતામણિરૂપ માળા ભગવાન આત્મા છે તેને ભેદી શકાતી નથી. એટલે શું? કે ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા નિત્ય ધ્રુવ રહેનારી ચીજ છે, તેની નિયતાને કોઈ ભેદી શકતું નથી. વળી પર્યાયમાં ભલે રાગ હો, પણ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યવહુને રાગમય કરી શકાતી નથી. આ શરીર આદિ તો કયાંય દૂર રહી ગયાં. સમજાય છે કાંઈ....?
ભાઈ ! આ શરીર તો મૃતક-કલેવર-મડદું છે. અત્યારે પણ મડદું છે. એમાં ક્યાં ચૈતન્ય છે? ચૈતન્ય તો એનાથી તદ્દન ભિન્ન ચીજ છે. પણ અરે! મૃતક કલેવરમાં ચૈતન્યમહાપ્રભુ-અમૃતનો નાથ મૂર્છાઈ ગયો છે; જાણે એમાંથી સુખ આવે છે એમ મૂઢ થઈ એ મૂઈ ગયો છે, પણ એ તો આપદા છે, દુઃખ છે. અહીં કહે છે-અંદર શુદ્ધ ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા નિત્ય અભેદ એક ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન છે તેનો જ અનુભવ કરો. ભાઈ ! દુનિયામાં વર્તમાન ચાલતી પદ્ધતિથી આ તદ્દન જુદી વાત છે, પણ આ સત્યાર્થ છે, પ્રયોજનવાન છે.
જેમ મણિરત્નની માળામાં ધારાવાહી સળંગ દોરો પરોવાએલ છે, તેને તોડી શકાય નહિ; તેમ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિરૂપ માળા છે, તેમાં નિત્ય ચૈતન્યસ્વભાવમય દોરો પરોવાએલ છે, તેને ભેદી શકાય નહિ. અહીં કહે છે-અહાહા...! “ર્યનું ' એવી આ આત્મારૂપી માળા એક જ, ‘ન: મિત: પિ વસ્તુ વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com