________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ]
[ ૩૦૧ મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે; જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથી-માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણે તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત્ જે જીવો આત્માને દ્રવ્યપર્યાયસ્વરૂપ માનતા નથી-માત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે અર્થાત તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી.'
જેઓ આત્માને દ્રવ્યપર્યાયસ્વરૂપ દેખતા નથી, માત્ર ક્ષણિક જ માને છે તેઓને આત્માની પ્રાપ્તિ થતી નથી, અર્થાત્ તેમને કદીય ધર્મ થતો નથી. આવી વાત છે.
હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છે:
* કળશ ૨૦૯ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘Ç: વેવયિતુ: યુરિવશત: મે: કસ્તુ વ અમે પિ' કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, “વા છર્તા રે વેવયિતા મા ભવતુ' અથવા કર્તા અને ભોક્તા બને ન હો, ‘વસ્તુ સ્વ સચિન્યતા' વસ્તુને જ અનુભવો.
કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો' –એટલે શું? કે વર્તમાન જે પર્યાય કર્તા છે તે પર્યાય બીજી ક્ષણે ભોક્તા નથી, કેમકે બીજી ક્ષણે બીજી જ પર્યાય છે. આત્માની જે પર્યાય વિકાર કરે છે તે પર્યાય તેના ફળની ભોક્તા નથી, બીજી પર્યાય તેને ભોગવે છે. આમ પર્યાય અપેક્ષા કર્તા-ભોક્તાનો ભેદ છે. તથા જે આત્મા વર્તમાન પર્યાયને કરે છે તે જ આત્મા પર્યાયને બીજી ક્ષણે ભોગવે છે-આમ દ્રવ્ય અપેક્ષાએ કર્તા-ભોક્તાનો અભેદ છે. અહીં કહે છે-યુક્તિના વશે કર્તા-ભોક્તાનો ભેદ હો કે અભેદ હો અથવા કર્તા અને ભોક્તા બને ન હો; વસ્તુને જ અનુભવો.
ઝીણી વાત છે ભાઈ ! કહે છે-અથવા કર્તા અને ભોક્તા બન્ને ન હો;” એટલે શું? કે પરમાર્થે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તે રાગને કરે, ને રાગને ભોગવે એ એનું સ્વરૂપ નથી. શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં રાગનું કરવું ને ભોગવવું છે નહિ. પર્યાય અપેક્ષા આત્માને કર્તા-ભોક્તા કહીએ એ બીજી વાત છે; વાસ્તવમાં આત્માને-શુદ્ધ ચૈતન્યદ્રવ્યને રાગનું કરવા-ભોગવવાપણું નથી. આમ કહે છે-યુક્તિના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com