________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ]
[ ૨૯૫ અહીં કહે છે–વસ્તુ આવી અનેકાંતમય હોવા છતાં, શુદ્ધનયને સમજ્યા વિના, વસ્તુને જો ત્રિકાળી માનશું તો તેને કાળની ઉપાધિ આવી જશે એમ વિચારી એકાંતે એક સમયની પર્યાયને જ આત્મા માનીને, “ જે કરે છે તે જ ભોગવતો નથી, –અન્ય ભોગવે છે અને જે ભોગવે છે તે જ કરતો નથી, અન્ય કરે છે”—એમ જેઓ માને છે તેઓ મિથ્યાષ્ટિ છે, તેઓ અહંતના મતના નથી. ભાઈ ! શુદ્ધનયના લોભથી વસ્તુના એક
અંશને જ આખી વસ્તુ માને છે તેઓ મિથ્યાદષ્ટિ જ છે પછી બહારમાં ભલે તે જૈનો જેવા દેખાતા હોય.
અરે ભગવાન! અનંતકાળમાં અનંત વાર તું જૈનનો નગ્ન દિગંબર સાધુ થયો, હજારો રાણીઓ છોડીને બ્રહ્મચર્યનું પાલન કર્યું, છ છ માસનાં આકરાં ઉપવાસાદિ તપ કર્યા, પણ અંદર આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેની દષ્ટિ કરી નહિ! અહાહા...! વર્તમાન વર્તમાન વર્તતી પર્યાયની પાછળ અંદર ચિદાનંદ સ્વભાવથી ભરેલો ભગવાન આખો પડ્યો છે પણ અરેરે ! પર્યાયની રમતમાં મૂછઈને તેને જોયો નહિ!
પર્યાયમાં દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે ક્ષણિક વિકારના પરિણામ છે. તેને ધર્મ માનનારા પણ પર્યાયદષ્ટિ જ છે, કેમકે તેમને અંદર ત્રિકાળી નિત્ય ચૈતન્યદ્રવ્યનો સ્વીકાર થયો નથી. અહાહા...! આત્મા આનંદનો નાથ અંદર ચૈતન્યચમત્કાર પ્રભુ અનુભવગોચર નિત્ય એક જ્ઞાયકપણે રહેલો છે. છઠી ગાથામાં એક શુદ્ધ જ્ઞાયકભાવ કહ્યો છે ને! અહા! આવા નિજ નિત્ય દ્રવ્યની દષ્ટિ ર્યા વિના પર્યાયમાં રમતુ માંડીને તેમાં (-શુભરાગમાં) સંતુષ્ટ થયો છે તે, કહે છે, મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! નિજ ચૈતન્યચમત્કારવસ્તુનું ભાન કર્યા વિના જીવ મિથ્યાદષ્ટિ જ છે. આવી વાત!
વર્તમાન (-પર્યાય) જ વસ્તુનું સર્વસ્વ છે; ત્રિકાળ માનીએ તો ઉપાધિ આવી જાય, અશુદ્ધતા થઈ જાય એમ વિચારીને “જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે કરતો નથી, અન્ય કરે છે” –એમ જે જીવ માને છે તે મિથ્યાષ્ટિ છે, અહંતના મતની બહાર છે; કેમ? કેમકે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે.
એ જ સિદ્ધ કરે છે
પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે “બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું.” આ રીતે જે કથંચિત્ નિત્યરૂપે અનુભવગોચર છે-સ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યાદષ્ટિ છે એમ જાણવું.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com