________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ]
[ ૨૯૩ સ્યાદ્વાદથી સિદ્ધ થાય છે. તે આ રીતે; કે પર્યાય અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્યઅપેક્ષાએ તે નિત્ય છે. ટકીને પલટવું ને પલટીને ટકી રહેવું એ દ્રવ્ય નામ વસ્તુનો સ્વભાવ છે.
ત્યાં કોઈ વળી કહે-મહારાજ! આ દ્રવ્ય વળી શું છે? સ્વાધ્યાય મંદિરમાં દિવાલ પર લખેલું છે ને કે “દ્રવ્યદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ” આ જોઈને તે કહે –આ દ્રવ્ય એટલે આ પૈસાવાળા જે બધા આવે છે તે સમ્યગ્દષ્ટિ છે એમ ને? લ્યો, આવું પૂછેલ!
ત્યારે કહ્યું- ભાઈ ! દ્રવ્ય એટલે તમારા પૈસાની આ વાત નથી. બાપુ! અહીં પૈસાનું શું કામ છે? પૈસા તો જડ માટી-ધૂળ છે. અહીં તો દ્રવ્ય એટલે અંતરંગ વસ્તુ જે ત્રિકાળી ચિન્માત્ર ચીજ એની દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને એનું નામ “દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ” છે. બાકી પૈસાની-ધૂળની દષ્ટિવાળા તો બધાય પાપી મૂઢ મિથ્યાદષ્ટિ છે. સમજાણું કાંઈ.....?
જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. પર્યાયની અપેક્ષાએ તે ક્ષણિક છે, અને દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ નિત્ય છે. આમ હોવાથી, પર્યાયદષ્ટિએ જોતાં કાર્ય કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય. જેમકે કોઈ મોટો રાજા હોય તે અધિકાર-સત્તાના નશામાં આવીને અનેક ઘોર પાપ ઉપજાવે તો મરીને જાય નરકમાં; ત્યાં ઘોર દુઃખ ભોગવે. મનુષ્ય પર્યાયમાં કરેલાં પાપનું ફળ નરકની પર્યાયમાં ભોગવે. વળી કોઈ શ્રદ્ધાવાન દયાળુ સદગૃહસ્થ હોય તે અનેક પ્રકારે દાનાદિ પુર્ણ કાર્ય કરે ને મરીને સ્વર્ગમાં જાય; ત્યાં અનેક પ્રકારના ભોગ ભોગવે. આમ મનુષ્યપર્યાયમાં કરેલા પુણ્યકાર્યનું ફળ દેવની પર્યાયમાં ભોગવે. આ પ્રમાણે પર્યાયથી જોઈએ તો કાર્યને કરે છે એક પર્યાય ને ભોગવે છે બીજી પર્યાય.
પરંતુ દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે. મનુષ્ય પર્યાયમાં જે જીવદ્રવ્ય શુભ કે અશુભ કાર્ય કરે છે તે જ જીવદ્રવ્ય દેવ કે નારકીની પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવે છે. દ્રવ્યની અપેક્ષા તો જે કરનાર આત્મા છે તે જ ભોગવનાર છે. પર્યાય તરીકે અનેરી અનેરી પર્યાય છે, પણ દ્રવ્ય તરીકે તો એનું એ જ દ્રવ્ય કરવાભોગવવાપરે છે. આવો અનેકાંત છે. હવે કહે છે
આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તરૂપ સિદ્ધ હોવા છતાં, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને) જ વસ્તુ માની ઋજુસૂત્રનયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે “જે કરે છે તે જ ભોગવતો નથી અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com