________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૯૨ ]
ચિન રત્નાકર ભાગ-૯ વિષય છે તે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. હવે જે નિત્ય ધ્રુવ ચૈતન્ય-તત્ત્વને સ્વીકારતો નથી તેને સમકિત કેમ થાય ? તેનો સંસાર કેમ મટે ?
એક બારોટ કહેતા-સંપ્રદાયના આ વર્તમાન સાધુઓમાં એવું થઈ ગયું છે કે સવારે ચા-પાણી, બપોરે માલ-પાણી, બે વાગે ઊંઘ તાણી, અને સાંજે ધૂળ ધાણી; (આ સરવાળો!) અરે! અજ્ઞાની જીવો આમ શરીરની સંભાળમાં રોકાઈ ગયા છે. અંદર પોતાનું શુદ્ધ તત્ત્વ શું છે એની એમને કાંઈ પડી નથી. પરંતુ ભાઈ ! આ જિંદગી ચાલી જાય છે હ. ત્રિલોકીનાથ અરિહંત પરમેશ્વર તો એમ ફરમાવે છે કે- શરીરાદિ પરચીજ તું નહિ; તું એમાં નહિ ને એ તારામાં નહિ. અરે! આ તારી અવસ્થા જે ક્ષણેક્ષણે બદલાય છે તે પણ તું નહિ એવો આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ તું ભગવાન છો. તેને દષ્ટિમાં લઈ તેમાં જ લીન થઈ રહેતાં જે આનંદ અને શાંતિ પ્રગટે તે સઆચરણ છે. અંદર સત્ ત્રિકાળી પ્રભુ છે તેનું આચરણ તે સદ્આચરણ છે. બાકી તો બધું સંસાર ખાતે છે.
અહાહા...જેના જ્ઞાનસ્વભાવમાં ત્રણકાળ-ત્રણલોકને જાણવાની શક્તિ છે એવો ચિત્યમત્કાર પ્રભુ તું આત્મા છો. આચાર્ય કહે છે-આવો આત્મા અંતરંગમાં નિત્ય ધ્રુવ પ્રતિભાસે છે. અહા ! આવી પોતાની ચીજને ન દેખતાં એક સમયની પર્યાયને આખી ચીજ માની તું ત્યાં રોકાઈ ગયો ભગવાન! પણ એ તો તારી મૂઢતા છે, અજ્ઞાનતા છે.
* ગાથા ૩૪૫ થી ૩૪૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાયસ્વરૂપ કહ્યો છે; માટે સ્યાદ્વાદથી એવો અનેકાન્ત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્યઅપેક્ષાએ નિત્ય છે.
જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી, પર્યાયદષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય; જેમકે -મનુષ્યપર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિ પર્યાયે ભોગવ્યું. દ્રવ્યદૃષ્ટિએ જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે; જેમકે-મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા, તે જ જીવદ્રવ્ય દિવાદિ પર્યાયમાં પોતે કરેલાં કર્મનું ફળ ભોગવ્યું.”
જુઓ, શું કહે છે? કે દેવાધિદેવ જિનેન્દ્રદેવની વાણીમાં વસ્તુનો સ્વભાવ દ્રવ્યપર્યાયસ્વભાવ નિરૂપ્યો છે. ત્યાં દ્રવ્ય છે તે ત્રિકાળ નિત્ય છે અને જે પર્યાય છે તે ક્ષણિક છે. પર્યાય છે તે ક્ષણેક્ષણે બદલતી હોવાથી ક્ષણિક છે, અને દ્રવ્ય તો ઉત્પાદવ્યયરહિત ત્રિકાળ શાશ્વત નિત્ય છે. આવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ છે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com