________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮ ]
થન રત્નાકર ભાગ-૯ કરનાર તો પર્યાય છે, પણ તે દષ્ટિની પર્યાયનો વિષય ત્રિકાળી નિત્ય પ્રભુ આત્મા છે. ભાઈ ! ત્રિકાળી ધ્રુવ નિત્યની દષ્ટિ થયા વિના બધું થોથેથોથાં છે.
બૌદ્ધમતી શિષ્યના તર્કનો ઉત્તર આપવામાં આવે છે:
“હું બૌદ્ધ ! તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી.'
જુઓ, શું કહે છે? આ આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? જો અનેક છે તો દલીલ કરનારો તો કોઈ ઠરતો નથી. તથા જો એક જ હોય તો એમ કહીએ છીએ તેમ આત્માનું નિત્યપણું સિદ્ધ થઈ જાય છે.
વળી આખી દલીલ સાંભળનારો કોઈ એક આત્મા છે કે ક્ષણેક્ષણે પલટાઈ જતાં અનેક આત્માઓ છે? જો અનેક આત્માઓ છે તો તારી પૂરી દલીલ તો કોઈ સાંભળતું નથી; તો પછી; દલીલ કરવાનું પ્રયોજન શું? વળી તું જો એમ કહે કે ક્ષણેક્ષણે આત્મા તો નાશ પામી જાય છે પણ તે સંસ્કાર મૂકતો જાય છે તો તે પણ યથાર્થ નથી; કેમકે આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર કેમ રહી શકે ? વળી કદાચિત્ એક આત્મા સંસ્કાર મુકતો જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ ન્યાયસંગત નથી.
- બાપુ! તું પર્યાયમાત્ર ક્ષણિક આત્માને માને છે પણ જૈનમતમાં તો તેને પર્યાયમૂઢ કહ્યો છે. પર્યાયમાત્ર આત્મા માને તે મૂઢ છે, મિથ્યાદષ્ટિ છે. અહા ! આ શરીર, મન, વાણી ઇત્યાદિ તો આત્મા નહિ, પુણ્ય-પાપના ભાવ થાય તેય આત્મા નહિ અને વર્તમાન જ્ઞાનની જે દશા છે તેવડોય આત્મા નહિ. વર્તમાન જ્ઞાનની દશામાં રુચિ કરીને જે રહ્યો છે તે પર્યાયમૂઢ મિથ્યાદષ્ટિ છે. જે એક સમયની દશાઓની પાછળ આખો નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્મા રહેલો છે તેની દષ્ટિ કર્યા વિના પર્યાયની રુચિમાં જે પડયો છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે.
માટે વિચાર કર; આત્માને ક્ષણિક માનીને તું પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહે છે પણ તે યથાર્થ નથી. કાલે જેને જોયો હતો તે આ જ છે એવું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન છે અને તે જ્ઞાન કરનાર દ્રવ્યને નિત્ય સિદ્ધ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com