________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ ]
[ ૨૭૭ આચાર્યદવ કહે છે-તેને અમે શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે ચૈતન્ય અનુભવગોચર નિત્ય છે. અહાહા....! પ્રતિસમય પલટતું હોવા છતાં, આચાર્ય કહે છે, સ્વાનુભવમાં જે આ ચૈતન્ય નિત્ય અનુભવાય છે તે જ એનું અજ્ઞાન મટાડશે અર્થાત નિત્ય ચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ થયે એની ભ્રાન્તિ દૂર થશે. લ્યો, આવી વાત. અહા! નિત્ય-અનિત્યના વિભાગની અજ્ઞાનીને ખબર નથી. તેનું અજ્ઞાન આ ચૈતન્ય જ દૂર કરશે-કે જે ચૈતન્ય અનુભવગોચર નિત્ય છે.
પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે “હું પહેલાં હતો તે જ છું; ” આવું સ્મરણપૂર્વક પ્રત્યભિજ્ઞાન આત્માની નિયતા બતાવે છે.'
કાલની વાત આજે યાદ આવે છે ને? માટે યાદ કરનાર દ્રવ્ય (આત્મા) નિત્ય છે. ક્ષણવારમાં તે યાદ કરે છે કે-કાલ હતો તે જ આજે આ હું છું. આ રીતે જાણનારું દ્રવ્ય-ભગવાન આત્મા નિત્ય હોવાનું સિદ્ધ થાય છે. ભાઈ ! ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ વિના અને ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ વિના એનું વર્તમાન -સમ્યગ્દર્શન સિદ્ધ થતું નથી. સ્મરણપૂર્વકનું પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. કાલે જોયું હતું તે જ આ ગામ હું આજે જોઉં છું-એવું જે પ્રત્યભિજ્ઞાન તે આત્માની નિત્યતા બતાવે છે.
અહીં બૌદ્ધમતી કહે છે કે “જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું” એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત કલેશ મટે.'
જુઓ, બૌદ્ધમતી સ્મરણપૂર્વકના પ્રત્યભિજ્ઞાનને અવિઘાજનિત ભ્રમ ઠરાવે છે, અને તે ભ્રમ મટે તો તત્ત્વ સિદ્ધ થાય ને કલેશ મટે એમ કહે છે. પણ એમ વસ્તુ નથી.
વાસ્તવમાં ક્ષણેક્ષણે પલટતી અવસ્થા જેટલો હું નથી; હું તો ત્રિકાળ નિત્ય વિજ્ઞાનઘન છું એવી દષ્ટિ થાય ત્યારે એનું અજ્ઞાન મટે અને કલેશ દૂર થાય. ભાઈ ! પ્રથમ સાચો નિર્ણય કરવો પડશે. શ્રીમદ્દે કહ્યું છે ને કે
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણનું, જ્ઞાન એકને થાય. પૂર્વ બાળક-અવસ્થા હતી, વર્તમાન યૌવનાવસ્થા છે અને ભવિષ્યમાં વૃદ્ધ અવસ્થા થશે. આમ દેહની ત્રણ અવસ્થાનું જ્ઞાન જે ત્રિકાળી એક છે તેને થાય છે. આ ત્રિકાળીની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે, ભ્રાન્તિ ટળે છે. ત્રિકાળીની દૃષ્ટિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com