________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ]
[ ૨૬૩
જે પર્યાયને પરાધીન-કર્મને લઈને થવી માને છે તે સ્વભાવદષ્ટિ-સ્વાધીનતાની દૃષ્ટિ કેવી રીતે કરે ? પરાધીનદષ્ટિવાળાને સ્વાધીનદષ્ટિ થવી સંભવિત નથી. ન્યાય સમજાય છે કે નહિ? જે વિકારી કે નિર્વિકારી પરિણામને પોતે સ્વતંત્રપણે કરે છે એમ સ્વીકારે તે જ પરનું લક્ષ છોડી સ્વના લક્ષે સ્વરૂપમાં જઈ શકે છે. આ ન્યાય છે.
જૈનધર્મનું સ્વરૂપ બહુ ઝીણું છે ભાઈ! અહીં દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓ જગતને જાહેર કરે છે કે -કોઈ જૈન મુનિઓ (–જૈનાભાસીઓ) કર્મનો ઉદય ભાવકર્મને કરે છે એમ માને છે, પરંતુ તેમની એ માન્યતા જૈનમતથી તદ્દન વિપરીત છે, કેમકે જીવને વિકારની દશા સ્વતંત્ર પોતાથી થાય છે. અહા ! આવું એક સમયની પર્યાયનું સત્ સ્વતંત્ર હોવાનું જેને અંત૨માં બેઠું તે અંદર ત્રિકાળી સત્ સહજ દ્રવ્યસ્વભાવ-નિર્મળ નિરાવરણ પૂરણ સ્વભાવ-જે પોતાની સ્વતંત્ર ચીજ છે તેમાં દષ્ટિ દે છે અને ત્યારે તેને ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
આત્મા પરને કરે એ વાત તો છે નહિ; આત્મા ૫૨ને જાણે એમ કહેવું એય વ્યવહાર છે. વળી આત્મા આત્માને જાણે એટલો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ની ટીકામાં આવે છે કે-આત્મા પદ્રવ્યને જાણે છે-એ વ્યવહાર કથન છે; આત્મા પોતાને જાણે છે–એમ કહેવામાં પણ સ્વસ્વામીઅંશરૂપ વ્યવહા૨ છે; ‘જ્ઞાયક જ્ઞાયક જ છે'-એ નિશ્ચય છે. અહાહા....! દૃષ્ટિનો વિષય ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાયક જ્ઞાયક જ છે. -આ ૫રમાર્થ છે. અહાહા....! પોતે પોતાને જાણે-એવો ભેદ પણ જેમાં નથી એ જ્ઞાયક પ્રભુ જ્ઞાયક જ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, અર્થાત્ એક જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ ધર્મ પામવાની રીત છે. બાકી રાગ થાય તેનો કર્તા એકાંત જડ કર્મ જ છે એવી જેની પરાધીનર્દિષ્ટ છે તે ભલે બહારમાં જૈન મુનિ હોય તોપણ તે મિથ્યાદષ્ટિ જ છે, કેમકે તેને અંદર રહેલા ત્રિકાળી સ્વાધીન સ્વરૂપની દિષ્ટ થઈ નથી. સમજાણું કાંઈ....?
અરે ભાઈ ! આ તો દેવાધિદેવ ત્રિલોકીનાથ ૫૨માત્માનાં કહેણ છે. અંત૨માં પ્રમોદ લાવીને તેનો સ્વીકા૨ ક૨. લૌકિકમાં પણ કોઈ મોટા ઘરનું કહેણ આવ્યું હોય તો, કન્યા બહુ મોટો લાખોનો કરિયાવર લઈને આવશે એમ સમજીને તેને સ્વીકારી લે છે. તો આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં કહેણ ! ભગવાન ! તું જ્ઞાનાનંદસ્વભાવી એક જ્ઞાયકભાવમય પ૨માત્મદ્રવ્ય છો–અહા ! આવું ભગવાનનું કહેણ તને આવ્યું છે તે સ્વીકારી લે; તેથી નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની તેને પ્રાપ્તિ થશે. તું માલામાલ થઈ જઈશ પ્રભુ!
અહો ! ભગવાનનો મારગ કોઈ અદ્દભુત અલૌકિક છે. તેને સમજવામાંય ઘણો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com