________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ]
[ ૨૪૭
વળી અજ્ઞાની કહે છે- ‘બીજું પણ જે કાંઈપણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે.......
જે કાંઈ શુભ-અશુભ ભાવ થાય છે તે કર્મ જ કરે છે એમ અજ્ઞાની જીવ માને છે. પણ એમ છે નિહ. વાસ્તવમાં શુભ-અશુભ ભાવ જે એને થાય છે તે પોતાના અવળા પુરુષાર્થથી થાય છે. શું કીધું ? જેમ શુદ્ધભાવ થાય તે પોતાના સવળા (સમ્યક્) પુરુષાર્થથી થાય છે તેમ શુભ-અશુભ ભાવ થાય તે પોતાના અવળા (મિથ્યા ) પુરુષાર્થથી થાય છે; કર્મના ઉદયના કારણે શુભ-અશુભ ભાવ થાય છે એમ છે જ નહિ.
અજ્ઞાની કહે છે-શું કરીએ? કર્મ માર્ગ આપે તો ધર્મ કરીએ ને?
અરે ભાઈ! કર્મ તો બિચારાં જડ છે; કર્મ બિચારે કૌન? એ તને ક્યાં નડે છે? કર્મને આધીન તારી જે દૃષ્ટિ છે એ જ મિથ્યા છે. જેટલું શુભ-અશુભ થાય તે જડ કર્મના લઈને થાય છે એ તારી દષ્ટિ જ, આચાર્ય કહે છે, મિથ્યા છે. કર્મ-બીજી ચીજ નિમિત્ત હો, પણ તને શુભ-અશુભભાવ જે થાય છે તે તો તારા પોતાના કારણે થાય છે, કર્મના કારણે નહિ.
ઝીણી વાત છે ભાઈ ! જે શુભભાવરૂપ પરિણામ છે તે પરિણામીના (–જીવના ) છે. તે પરિણામ કર્મની મંદતા છે માટે અહીં ( જીવમાં ) થાય છે એમ નથી. પ્રશસ્તરાગ નામના કર્મનો ઉદય કર્તા અને શુભભાવ થાય તે એનું કાર્ય એમ છે નહિ. વળી શુભભાવ થાય તે કર્તા અને તે કાળમાં પરજીવોની દયા પળે તે એનું કાર્ય એમ પણ છે નહિ. પર્યાયમાં જે શુભભાવ થાય તેનો કર્તા તે પર્યાય અને કર્મ પણ તે પર્યાય છે. શુભાગ કાર્ય અને દ્રવ્ય તેનું કર્તા એમ કહેવાય પણ ખરેખર તો પર્યાય જ પર્યાયનું કર્તા અને કર્મ છે.
અજ્ઞાની કહે છે-પ્રશસ્તરાગ નામના કર્મના ઉદય વિના આને શુભભાવ હોય નહિ. પણ એનો એ અભિપ્રાય સત્યાર્થ નથી. પ્રશસ્તરાગ કર્મનો ઉદય નિમિત્ત હો, પણ તેને લઈને શુભભાવ થાય છે એમ નથી. ભાઈ! યથાર્થ તત્ત્વની દૃષ્ટિ વિના કોઈ વ્રત કરે, તપ આચરે, ઉપવાસ કરી કરીને મરી જાય તોય શું? મિથ્યાદર્શનને લીધે તે સંસારમાં રખડતાં રખડતાં પરંપરા નક–નિગોદાદિમાં જ જાય. બહુ આકરી વાત ભગવાન! પણ શું કરીએ ? કુંદકુંદાચાર્ય કહે છે- “નશે મોવો મળિયં” નાગાને મોક્ષ કહ્યો છે. અહા! જેને અંતરમાં તત્ત્વદષ્ટિ-વીતરાગદષ્ટિ પ્રગટી છે અને બહા૨માં સહજ નગ્નદશા છે તેને મોક્ષનો માર્ગ ને મોક્ષ કહ્યો છે. વસ્ત્રસહિત મુનિપણું માનવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com