________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
થન રત્નાકર ભાગ-૯ અસંયમી, વિકારી કરે છે. અરે ભાઈ ! કર્મ તો જડ છે, એને લઈને જીવને વિકાર કેમ થાય? કર્મ નિમિત્ત હો, પણ જીવને વિકાર થાય છે એ તો પોતાને પોતાથી જ થાય છે. જીવને વિકાર થાય એ પર્યાયગત પોતાનો જ અપરાધ છે, કર્મનું એમાં કોઈ કાર્ય નથી.
વાસુદેવના અવસાન થતાં બળદેવ એના શબને છ માસ સુધી ખભે ફેરવે છે તે કર્મના ચારિત્રમોહના ઉદયને લઈને જ છે ને?
ના, એમ નથી. ચારિત્રમોહનો તે કાળે ઉદય હો ભલે, પણ બળદેવને જે અસંયમનો ભાવ આવે છે તે એની પુષાર્થની નબળાઈ છે અને તે તેનો પોતાનો જ અપરાધ છે; પોતાના અપરાધના કારણે જ તેને એવો અસંયમનો ભાવ આવે છે. અહા ! સમ્યગ્દર્શન તો પછીની વાત, પહેલાં સાચો નિર્ણય તો કર બાપુ! પર્યાયમાં રાગાદિ થાય તે પોતાનો દોષ છે, કર્મનો નહિ એવો સાચો નિર્ણય કર્યા વિના રાગ મટાડી સમકિત કરવાનો ઉધમ કેમ થશે? અહો ! આચાર્ય ભગવાને કરુણાનો ધોધ વહેવડાવ્યો છે; ભગવાનના આડતિયા થઈને માર્ગને જાહેર કર્યો છે. સમકિતીને અસંયમનો ભાવ છે તે તેની પોતાની કમજોરી છે; ત્યાં ચારિત્રમોહના ઉદયનું જોર છે એમ કહેવું એ તો નિમિત્તથી કથન છે અને તે પોતાની કમજોરીનું જ્ઞાન કરવા માટે છે. બાકી કર્મના ઉદયને લઈને જીવને અસંયમ છે એમ માને એ તો અજ્ઞાનભાવ છે, મિથ્યાત્વભાવ છે. હવે કહે છે
કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યશ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે.'
આનુપૂર્વી નામનું એક કર્મ છે. બળદને નાકમાં નાથ નાખે છે ને? નાથ, નાથ. એ ખેંચીને જેમ બળદને લઈ જાય છે તેમ આનુપૂર્વી નામની પ્રકૃતિ અને નરકાદિમાં લઈ જાય છે એમ અજ્ઞાનીની દલીલ છે. જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા, તીર્થકરગોત્ર બાંધ્યું છે. પણ નરકગતિ-નામકર્મ બાંધ્યું હતું તો આનુપૂર્વી કર્મ તેમને નરકમાં લઈ ગયું. જુઓ! આ અજ્ઞાનીની માન્યતા! ભાઈ ! શ્રેણીક રાજા પ્રથમ નરકક્ષેત્રમાં ગયા છે એ એવી જ પોતાની પર્યાયની યોગ્યતાથી ગયા છે. પોતાના ઊંધા પુરુષાર્થથી નરકગતિનું આયુ બંધાયેલું. તેના ઉદયકાળે તેમની પર્યાયની એવી જ યોગ્યતા હતી જે વડે તેઓ નરકમાં ગયા છે; કર્મને લઈને તેઓ નરકમાં ગયા છે અથવા કર્મ એમને નરકમાં ખેંચીને લઈ ગયું છે એમ છે જ નહિ. ભાઈ ! કર્મ તો જડ છે, એ તારી ચીજમાં છે જ નહિ પછી એ તને શું કરે? કાંઈ ન કરે. બધું કર્મ કરે, કર્મ કરે એમ બધું કર્મથી થવાનું તે માન્યું છે પણ ભાઈ ! જેનો તારી ચીજમાં અભાવ છે એ કર્મ તને શું નુકશાન કરે ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com