________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ એથી કાંઈ ધર્મ ન થાય. અહીં કહે છે-આવા પુણ્યના ભાવથી પણ અંદર સચ્ચિદાનંદમય જ્ઞાનકુંજ પ્રભુ આત્મા ભિન્ન ચીજ છે અને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે, એ જ કહે છે
એવો જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે. એટલે કે આવો આત્મા જ્ઞાનપ્રકાશનો પુંજ પ્રભુ અંતર્મુખાકાર સ્વસંવેદનમાં જણાય છે. રાગ વડ જણાય એવો એનો સ્વભાવ જ નથી. આવી વાત છે.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, “આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે' એવા અર્થનો આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે:
* કળશ ૧૯૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘સ્તૃત્વ સર્ચ વિત: સ્વભાવ: ન' કર્તાપણું આ ચિસ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, “વેયિતૃત્વવત્' જેમ ભોક્તાપણું સ્વભાવ નથી.
કીધું? અહાહા...! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એક ચિત્માત્ર વસ્તુ છે. એમાં રાગ ને રાગનું કરવું ક્યાં છે? અહાહા....અનંત ગુણ-સ્વભાવોથી ભરેલા ચિસ્વરૂપ ભગવાન આત્મામાં એવો ગુણ-સ્વભાવ જ નથી કે જેથી તે રાગને કરે કે ભોગવે. અહા ! જેમ ભોક્તાપણું એનો સ્વભાવ નથી તેમ રાગનું કર્તાપણું એનો સ્વભાવ નથી.
હવે એક બીડી સરખાઈની પીવે ત્યારે તો ભાઈસા'બના મગજને ચેન પડે એવી જેની માન્યતા છે એને આવી વાત કેમ બેસે ? (ન બેસે). પણ શું થાય? અહીં તો ચોકખી વાત છે કે ભગવાન આત્મા જ્ઞાતા-દેણા સ્વભાવી છે. તેની એક સમયની પર્યાયની અસ્તિમાં દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો રાગ થાય તેનો તે જાણનારો (એય વ્યવહારે) છે પણ એનો કર્તા-ભોક્તા તો નથી જ નથી.
અહા ! આ ચિસ્વરૂપ આત્માનો સ્વભાવ જ એવો છે કે એમાં જ્યાં અંતર્દષ્ટિ થઈ ત્યાં પોતાને જાણવાની જે પર્યાય થઈ તે જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે; ત્યાં રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્યથી પોતાના કારણે થયું તે જ્ઞાનનો કર્તા આત્મા છે, પણ રાગનો કર્તા તે નથી. આવી વાત! બાપુ ! કર્તાપણું આત્માનો સ્વભાવ જ નથી, જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. હવે કહે છે
“જ્ઞાનાત્ મર્તા' અજ્ઞાનથી જ તે કર્તા છે, ત–૩માવત્ નવર:' અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com