________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧]
[ ૯ આત્મદ્રવ્યમાં એવો ગુણ-સ્વભાવ નથી કે જેથી તે રાગને કરે ને રાગને ભોગવે. સ્વભાવથી જ શુદ્ધ આત્મવસ્તુ કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે.
વળી શુદ્ધ આત્મદ્રવ્ય ચિદાનંદઘન પ્રભુ બંધ-મોક્ષની રચનાથી પણ રહિત છે. આ રાગાદિભાવ જે બંધ અને રાગાદિનો અભાવ જે અબંધ-મોક્ષ એ બને બંધ-મોક્ષની દશાઓની રચનાથી રહિત અંદર ધ્રુવ એકરૂપ ભગવાન આત્મા છે. અહો ! શુદ્ધ આત્મવસ્તુ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ ત્રિકાળ આનંદકંદ પ્રભુ બંધ-મોક્ષની રચનાથી રહિત છે.
હવે બહારના ક્રિયાકાંડમાં, એમાં ધર્મ માનીને, ગળાડૂબ પડ્યા હોય એ બિચારાઓને કહીએ કે- “બંધમોક્ષની રચનાથી રહિત તું ભગવાન આત્મા છો ” –તે એને કેમ બેસે? બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે. રાગની બંધની રચના કરે એવો વસ્તુનો-ચૈતન્યપુંજ પ્રભુ આત્માનો સ્વભાવ જ નથી. હવે આવા પોતાના સ્વરૂપને જાણ્યા વિના પ્રભુ! તું વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગમાં એકાંતે રાચે પણ ભાઈ ! એ તો બધું રણમાં પોક મૂકવા જેવું છે. હવે કહે છે
આત્માનો સ્વભાવ “પદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે.'
જોયું? શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ પરવસ્તુથી તો ભિન્ન છે પણ પરવસ્તુના નિમિત્તથી થતા પુણ્ય-પાપરૂપ જે શુભાશુભભાવ એનાથીય અંદર આનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ ભિન્ન છે અને તેથી શુદ્ધ છે. અહા ! આવો ભગવાન આત્મા અત્યંત શુદ્ધ પવિત્ર છે. વળી તે પોતાના સ્વ-રસના-શુદ્ધ એક ચૈતન્યરસના ધ્રુવ એકરૂપ પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે. અહાહા....! એક કળશમાં આચાર્યદેવે કેટલું ભરી દીધું છે? કહે છે-ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યની પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ નિજરસથી-ચૈતન્યરસથી ભરેલો ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ પ્રવાહ છે. અહા ! આવો આત્મા ટંકોત્કીર્ણ સદાય એકરૂપ મહિમાવાળો છે.
અરે! પોતાની ચીજનો મહિમા શું છે એને જાણ્યા વિના એ (-જીવ) અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. અહા ! મનુષ્ય પણ એ અનંતવાર થયો પણ પોતાની ચીજને જાણવાની દરકાર જ કરી નહિ! ધર્મના નામે એણે વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયાઓ કરી, મોટાં મંદિરો બંધાવ્યાં, વરઘોડા કાઢયા, હજારો-લાખો લોકો ભેગા થાય એવા ગજરથ કાઢયા; પણ એથી શું? એ તો બધી ક્રિયાઓ પરની બાપા! એમાં જો રાગની મંદતા હોય તો પુણ્યબંધ થાય, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com