SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ર૩૧ “આત્માને અકર્તા જ કહેનારા એકાન્તવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બીડાઈ ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય ભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે.” સમયસાર કળશ ૧૭૫ માં કહ્યું છે કે-આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદીય નથી; તેને જે વિકાર થાય છે તેમાં નિમિત્ત પરદ્રવ્યનો સંગ જ છે– ‘તરિનિમિત્તે પર– સંT Pવ' –આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે, કોઈએ કરેલો નથી. અજ્ઞાનીને નિજ દ્રવ્યસ્વભાવનું ભાન નથી, તેથી તે બાહ્ય નિમિત્તના-પદ્રવ્યના સંગે પરિણમે છે અને તેથી તેને વિકાર જ થાય છે. સમકિતીને જેટલો સ્વભાવનો સંગ-સંબંધ છે તેટલી નિર્મળ-નિર્વિકાર દશા છે, ધર્મ છે અને જેટલો પરદ્રવ્યના-નિમિત્તના પ્રસંગમાં જાય છે તેટલો તેને ત્યાં રાગ થાય છે; પણ તેનો એ જ્ઞાતા છે; કર્તા નથી; અજ્ઞાની વિકારનો કર્તા થાય છે. આ સ્યાદ્વાદ છે. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં આ સ્પષ્ટ વાત છે કે વિકાર થાય છે તે પોતાના પકારકના પરિણમનથી જીવને સ્વતંત્રપણે થાય છે, તેમાં પરકારકોની કોઈ અપેક્ષા નથી. જીવને વિકાર થાય એમાં નિશ્ચયથી પરની અપેક્ષા બીલકુલ નથી. ભાઈ ! આ કોઈ પક્ષની વાત નથી, આ તો આગમથી, ન્યાયથી, યુક્તિથી વસ્તુસ્થિતિ નિબંધ સિદ્ધ થાય છે. છતાં આત્મા સર્વથા અકર્તા જ છે એમ કહેનારા મિથ્યાત્વગ્રસ્ત પુરુષોના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય ભગવાન, જેવી વસ્તુસ્થિતિ છે તેવી, ગાથાઓમાં હવે કહે છે. [ પ્રવચન નં. ૩૮૯ થી ૩૯૧ * દિનાંક ૧૭-૭-૭૭ થી ૧૯-૭-૭૭] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy