________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ પણ જડકર્મ નિમિત્ત તો છે ને?
નિમિત્ત છે એટલે શું? શું એ જીવમાં વિકારને કરે છે? શું એને લઈને જીવમાં વિકાર થાય છે? એમ છે જ નહિ. જીવને વિકારના પરિણામ થાય એમાં કર્મનીનિમિત્તની અપેક્ષા છે જ નહિ. પંચાસ્તિકાય ગાથા ૬રમાં આ વાત સ્પષ્ટ આવી છે. શાસ્ત્રમાં નિમિત્ત-બીજી વસ્તુ સિદ્ધ કરવી હોય તો નિમિત્ત વિના ન થાય એમ વાત આવે, બાકી જીવને વિકાર થાય એમાં નિમિત્તાદિ પર કારકોની-જડ- કર્મની અપેક્ષા છે નહિ. ભાઈ ! આ કેવળી પરમાત્માનો પોકાર છે. પોતાની વાતને આગમ સાથે મેળવી સત્યનો નિર્ણય કરવો જોઈએ, બાકી એમ ને એમ ધર્મ થઈ જાય એવી આ ચીજ નથી, સમજાણું કાંઈ...?
અરે ! આ કાળમાં આયુષ્ય બહુ અલ્પ છે. જોતજોતામાં ચાલીસ-પચાસ-સાઈઠ પૂરાં થાય ત્યાં તો જિંદગી પૂરી થઈ જાય છે. માટે ભાઈ ! હમણાં જ આ નહિ સમજે ત્યારે ક્યારે સમજીશ? (એમ કે પછી સમજવાનો દાવ નહિ હોય).
અહીં જિનેશ્વર પરમાત્મા કહે છે- રાગ તારા અજ્ઞાનભાવથી થાય છે, કર્મને લીધે નહિ. કર્મના કારણે રાગ થાય છે એમ છે જ નહિ. રાગ મારો છે એમ માનનાર પર્યાયબુદ્ધિ જીવ રાગને કરે છે; તે રાગ પોતાથી થાય છે; પરથી નહિ.
વળી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર જેની દૃષ્ટિ પડી છે એવો ધર્મી જીવ રાગનો કર્તા નથી. , અકર્તા અર્થાત્ જ્ઞાતાદા જ છે. જ્ઞાની, જે રાગ થાય તેનો જ્ઞાતા-દષ્ટા છે, અકર્તા છે.
એક કોર જીવ કર્તા છે એમ કહેવું ને વળી અકર્તા છે એમ કહેવું એ બન્ને જુદી જુદી અપેક્ષાથી વાત છે. અને એનું નામ સ્યાદ્વાદ છે. અજ્ઞાનવશ જીવ કર્તા છે, અને અજ્ઞાન મટતાં જ્ઞાનભાવ થયે અકર્તા જ છે. આવી વાત છે. સત્યને માનનારા થોડા હોય તેથી કાંઈ સત્ય ફરી જતું નથી; સત્યને સંખ્યાથી શું સંબંધ છે; સત્ય તો ત્રિકાળ સત્ય જ રહે છે.
* કળશ ૨૦૩: ભાવાર્થ * “ચેતનકર્મ ચેતનને જ હોય; પુદ્ગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ હોય?'
રાગ થાય તે ચેતનનું કાર્ય છે, તે કાંઈ જડ કર્મપરમાણુની દશા નથી. માટે જડકર્મ રાગનો કર્તા નથી, પણ અજ્ઞાનભાવે ચેતન જ એનો કર્તા છે અને ભાવકર્મ ચેતનનું જ કાર્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com