________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ]
[ રર૩ કર્મથી થાય એમ માન્યું છે ને? તેથી આવી વાત બહુ આકરી પડે છે, પણ અહીં તો આ ચોકખી વાત છે કે તે (-ભાવકર્મ) એક પ્રકૃતિનું કાર્ય પણ નથી કારણ કે પ્રકૃતિ અચેતન છે, અને ભાવકર્મ ચેતન છે. અચેતન ચેતનને કેમ કરે? ન કરે.
‘તત:' માટે “સર્ચ ફર્તા નીવ:' તે ભાવકર્મનો કર્તા જીવ જ છે “ઘ' અને ‘ વિસનુ' ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અવયરૂપ (-ચેતનાના પરિણામ રૂપ-) એવું ‘તત્' તે ભાવકર્મ “નીવર્સ્ટ gવ વર્મ' જીવનું જ કર્મ છે “યત્' કારણ કે “પુતિ: જ્ઞાતા ન' પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ.).
જાઓ, આ નિષ્કર્ષ કાઢયો કે પુણ્ય-પાપ આદિ જે વિકારી ભાવ થાય તેના કર્તા જીવ જ છે. એટલે કે અજ્ઞાની જીવ તેનો કર્તા છે. અહીં આ અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવની વાત છે. બાકી સ્વભાવના અવલંબને જેને અંતરમાં જૈનપણું પ્રગટયું છે અને મિથ્યાત્વ દૂર થયું છે એવો જ્ઞાની પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો કર્તા નથી. અહીં આ સિદ્ધ કર્યું કે ભાવકર્મ જીવનું જ કાર્ય છે, પુદ્ગલકર્મનું તે કાર્ય નથી કેમકે પુગલકર્મ અચેતન છે, જડ છે, જ્યારે ભાવકર્મ છે તે ચેતનને અનુસરનારું ચેતન છે.
અહાહા..! કહે છે - ‘પુન: જ્ઞાતી ન' પુદ્ગલ જ્ઞાતા નથી. શું કહેવું છે આમાં? કે જાણનાર-જ્ઞાતા (જીવ) હોય તે ભૂલે, જેમાં જાણવું નથી તેને ભૂલવું શું? જડ પુદ્ગલકર્મને ભૂલવું શું? અહા ! રાગ છે તે મારું કાર્ય છે એમ અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલીને માને છે; તેથી અજ્ઞાની પોતાના અજ્ઞાનને લીધે ભાવકર્મનો- રાગાદિનો કર્તા થાય છે. બાકી પુદ્ગલકર્મ તો જડ માટી-ધૂળ અચેતન છે, તે ચેતન એવાં ભાવકર્મને કેમ કરે? ન કરે. માટે ભાવકર્મ જીવનું જ કાર્ય છે, પુદ્ગલકર્મનું નહિ
અહાહા.! પૂર્ણાનંદનો નાથ પ્રભુ હું એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં ભાન થયું છે એવો સમ્યગ્દષ્ટિ જીવ રાગનો કર્તા નથી, રાગ થાય તેનો એ જ્ઞાતા જ છે. આવી વાત! પણ અહીં રાગનો પરમાર્થે કર્તા કોણ છે એ સિદ્ધ કરવું છે. તો કહે છે- પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું જેને ભાન નથી એવો અજ્ઞાની જીવ, રાગનો હું કર્તા ને રાગ મારું કર્મ એમ અજ્ઞાનપણે માનતો હોવાથી, રાગાદિનો કર્તા થાય છે. એ તો ઉપર આવી ગયું કે
અભેદદષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવ વસ્તુ છે; પરંતુ પરિણામ –પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે; જડકર્મ કર્તા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com