________________
[ રર૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ]
અહાહા..! અંદર વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિતૂપ છે તેને અભેદદષ્ટિ વડે જોઈએ તો તે શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે વિકારી વિભાવરૂપ પરિણામોથી યુક્ત થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ પોતે જ થાય છે. આ પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ થયા તે પરિણામ અને જીવ પરિણામી-એમ ભેદદષ્ટિમાં પોતાના વિકારી ભાવોનો કર્તા જીવ જ છે.
અભેદદષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે.” અહાહા..! ભગવાન ચિદાનંદ ચૈતન્યસ્વરૂપની જ્યાં અભેદદષ્ટિ થઈ ત્યાં તે નિજ ચૈતન્યસ્વરૂપમાં એકાકાર થયો, રાગથી ભિન્ન પડી ગયો અને તેથી ત્યાં કર્તાકર્મભાવ રહ્યો જ નહિ. સમજાય છે કાંઈ....? ભાઈ ! અભેદદષ્ટિમાં રાગાદિ વિકાર છે જ નહિ, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. અહાહા...! સમ્યગ્દર્શનનો વિષય શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે, ભેદ કે પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી.
હવે સરવાળો કરી કહે છે કે- “આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.' લ્યો, વિકારી પરિણામોનો કર્તા જીવ જ છે, કર્મને લઈને વિકાર થાય છે એમ કદીય નથી. અહા ! આવી સ્વતંત્રતાને સ્વીકારી બીજેથી દષ્ટિ હુઠાવી, દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કરવી એ આનું તાત્પર્ય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૦૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ” –ાત 1997 ' ર્મ (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ.......
શું કીધું? આ પુણ્ય-પાપ આદિ ભાવકર્મ છે તે કાર્ય છે, અને કાર્ય છે માટે તે અકૃત (અકૃત્રિમ) હોય નહિ. કોઈએ કર્યા વિના હોય નહિ. હવે આમાં અન્યમતવાળા કહે કે ઈશ્વર હોય તો કાર્ય થાય અને જૈનમતવાળા કોઈ કહે કે જડકર્મને લઈને કાર્ય થાય, આમ બન્નેમાં વિપરીત-ઊંધું ચાલ્યું છે. પણ અહીં શું કહે છે? જુઓ
‘' વળી ‘તત્ નીવ–પ્રયો : કયો તિ: જ' તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, “જ્ઞીયા: પ્રકૃતેઃ સ્વાર્ય– –મુ–મી-અનુષIC' કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. શું કીધું આ? કે પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ જે થાય તે જીવ અને જડ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com