________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
ચિન રત્નાકર ભાગ-૯ તેથી તેઓ ચેતનના ભાવો છે એમ અહીં કહ્યું. પરંતુ તેઓ ચૈતન્યના સ્વભાવભાવ નથી પણ વિભાવો છે અને પુદગલના-કર્મના ઉદયના સંગમાં થાય છે અને સ્વભાવની દૃષ્ટિ થતાં નાશ પામી જાય છે તેથી તેઓ જીવના નથી પણ પુદગલના છે એમ બીજે (ગાથા ૫૦ થી પ૫માં) કહ્યું છે; સ્વભાવની દષ્ટિ થતાં વિકારના ભાવ પોતાની સ્વાનુભૂતિથી ભિન્ન જ રહી જાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
આ પ્રમાણે પોતાને ભૂલીને અજ્ઞાનવશ જે મિથ્યાત્વાદિભાવરૂપ પરિણામો થાય છે તે ચેતનના ભાવ છે અને તેનો કર્તા ચેતન જ હોય, અન્ય પુદ્ગલદ્રવ્ય નહિ. એ જ કહે છે
આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય -એ પરમાર્થ છે.'
જુઓ, જીવનો જ્ઞાન-દર્શનનો જ ઉપયોગ છે તેને ચેતન કહે છે; જ્ઞાન-દર્શન સિવાય એના બીજા જે અનંતગુણ છે તેને અચેતન કહેલ છે કેમકે તે (બીજા ગુણો) પોતાને જાણતા નથી, બીજાને પણ જાણતા નથી. આમ ભિન્ન ભિન્ન અપેક્ષાએ શાસ્ત્રમાં કથન આવે છે તેને યથાર્થ સમજવું જોઈએ. અચેતનના જુદા જુદા પ્રકાર છે:
-શરીર, મન, વાણી ઇત્યાદિ અચેતન છે;
-પુણ્ય-પાપ અને મિથ્યાત્વના જે ભાવ જીવને થાય તેને પણ (શુદ્ધ ચૈતન્યની) અપેક્ષાથી અચેતન કહેલ છે.
-જીવના જ્ઞાન-દર્શનના ઉપયોગની અપેક્ષા બીજા ગુણોને અચેતન કહીએ કારણ કે બીજા ગુણોમાં જાણવા-દેખવાના ઉપયોગની શક્તિ નથી.
પરંતુ અહીં બીજી વાત છે. અહીં તો મિથ્યાત્વ અને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવો જીવની પર્યાયના અસ્તિત્વમાં થાય છે તેથી તેમને ચેતન કહ્યા છે, અને તેઓ ચેતન હોવાથી તેમનો કર્તા ચેતન જ છે એમ સિદ્ધ કર્યું છે. કહ્યું ને કે-ચેતન કર્મનો કર્તા ચેતન જ હોય-એ પુરુષાર્થ છે, સત્યાર્થ છે. પોતાના શુદ્ધ ચૈતન્યને ભૂલીને જીવ પોતે જ વિકારના ભાવોનો કર્તા થાય છે એ સત્યાર્થ છે, યથાર્થ છે. હવે કહે છે
“અભેદદષ્ટિમાં તો જીવ શુદ્ધચેતના માત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com