________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૪ થી ૩ર૭ ]
[ ૨૦૩ ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. તેઓ છ ખંડના સ્વામી હતા. અહા! આવો રાજવૈભવ-છ— હજાર રાણી, છ— કરોડનું પાયદળ, છ– કરોડ ગામ-આ બધું સંયોગમાં હોવા છતાં એ કોઈપણ ચીજ મારી નથી એમ માનતા હતા. હું જ્યાં (ઉપયોગસ્વરૂપમાં) છું ત્યાં તે (પદ્રવ્યો) નથી, અને તે (પદ્રવ્યો) જ્યાં છે ત્યાં હું નથી–આવું જાણનારા તે પરદ્રવ્યના કણમાત્રને મારાપણે માનતા ન હતા, અનુભવતા ન હતા. ગાથા ૩૮ માં આવે છે ને કે “ એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તો પણ કોઈપણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતુ નથી...” આ રીતે જ્ઞાનીને પરદ્રવ્યમાં સુખબુદ્ધિ કે સ્વામિત્વનો ભાવ હોતા નથી. હવે કહે છે
તેથી, જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ “આ ગામ મારું છે” એમ દેખતો-માનતો થકો મિથ્યાષ્ટિ (ખોટી દષ્ટિવાળો) છે, તેમ જ જ્ઞાની પણ કોઈપણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને “આ મારું છે” એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ, પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદષ્ટિ જ થાય છે.'
પારકા ગામમાં રહેનારો કોઈ પુરુષ એમ માને કે “આ ગામ મારું છે' તો તેની દષ્ટિ જઠી છે, વિપરીત છે. તેમ જ્ઞાની પણ કોઈપણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પદ્રવ્યને “આ મારું છે' એમ માને તો તે કાળે પણ તે પણ નિઃસંશય મિથ્યાદષ્ટિ જ થાય છે. આ પરમાત્મા સર્વજ્ઞદેવ મારા છે, ગુરુ મારા છે, શાસ્ત્ર મારું છે અને એના લક્ષે થતા શુભ વિકલ્પ મારા છે- એમ પદ્રવ્યને પોતાનું માને તો જ્ઞાની પણ તે કાળે અવશ્ય મિથ્યાષ્ટિ જ થાય છે. મારા દેવ, મારા ગુરુ એમ કહે ભલે, એમ કહું એ વ્યવહાર છે; પણ એમ માને એ તો મિથ્યાદર્શન જ છે. સમજાણું કાંઈ...? જ્ઞાની કોઈ પદ્રવ્યને પોતાનું માનતા નથી.
પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે જે શુભરાગને ઉપાદેય માને છે તેને ભગવાન આત્મા હેય છે; અને જે આત્માને ઉપાદેય માને છે તેને શુભરાગ હેય છે. અહા ! રાગ મારો નથી,
ય છે એવી દષ્ટિ ચોથે ગુણસ્થાનેથી ધર્મી જીવને હોય છે. રાગનો સર્વથા ક્ષય તો શુદ્ધોપયોગની પૂર્ણતા થતાં થાય છે, પણ રાગ ક્ષય કરવાયોગ્ય છે એવું શ્રદ્ધાન તો સમકિતીને પ્રથમથી જ હોય છે. રાગ કરવા લાયક છે એમ કદીય તે માનતા નથી. તેને તો એક શુદ્ધોપયોગની જ ભાવના હોય છે. નિર્મળ રત્નત્રય જ કરવા લાયક હોવાથી તેને તે પ્રગટ કરવાયોગ્ય ઉપાદેય સમજે છે.
નિયમસારમાં તો સંવર-નિર્જરાની પર્યાયને હેય કહી છે? હા, ત્યાં અપેક્ષા બીજી છે. ત્યાં તો ધર્માત્માનું આલંબન ત્રિકાળી એક શુદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com