________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૧ થી ૩ર૩ ]
[ ૧૯૭ - એક દ્રવ્ય બીજાને (પરિણમન કાળે) નિમિત્ત હો, પણ નિમિત્ત કાંઈ કરી દે છે એમ નથી. સ્વદ્રવ્યના અને પરદ્રવ્યનાં ચતુષ્ટય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ભિન્ન ભિન્ન છે. ચતુષ્ટયમાં પર્યાય પણ આવી ગઈ. ભાઈ ! પ્રત્યેક દ્રવ્યની પર્યાય એનાથી છે, પરદ્રવ્યને લઈને તે પર્યાય થાય એમ ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો બીજા ઉપર પ્રભાવ પડે એમ કેટલાક કહે છે, પણ એ બરાબર નથી. ભાઈ ! પ્રભાવ એ શું ચીજ છે? દ્રવ્ય-ગુણપર્યાયને છોડીને જગતમાં કોઈ વસ્તુ નથી; અને એક દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય બીજામાં પ્રવેશી જાય એમ તો છે નહિ. માટે કોઈનો કોઈના ઉપર પ્રભાવ પડે છે એમ માનવું બરાબર નથી.
અહીં કહે છે-પરદ્રવ્ય અને આત્મતત્ત્વને કાંઈપણ સંબંધ નથી. ભાઈ ! એક તત્ત્વને બીજાં અનંત તત્ત્વ છે એની સાથે કોઈ સંબંધ નથી, સ્ત્રીને પુરુષ સાથે કોઈ સંબંધ નથી. જડ કર્મ એકક્ષેત્રાવગાહે છે તેને આત્મા સાથે કોઈ સંબંધ નથી.
હા, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને?
હા, છે; પણ નિમિત્તની પર્યાયને સ્વદ્રવ્યની પર્યાય સાથે સંબંધ શું છે? નિમિત્ત તો પરવસ્તુ છે. નિમિત્ત પોતાના દ્રવ્ય-પર્યાયમાં નિમિત્તપણે ઊભું છે અને ભગવાન આત્મા પોતાના દ્રવ્ય-પર્યાયમાં ઊભો છે. કોઈ કોઈમાં પ્રવેશે એમ તો છે નહિ. તો નિમિત્ત સ્વદ્રવ્યનું કરે શું? વાસ્તવમાં સ્વદ્રવ્ય-પદ્રવ્યને પરસ્પર કોઈ સંબંધ છે જ નહિ. એક ચૈતન્યતત્ત્વને બીજા ચૈતન્યતત્ત્વ સાથે કે બીજા જડ પરમાણુ સાથે કોઈ સંબંધ નથી; કેમકે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો ત્રિકાળ અભાવ છે; એ પણ પરને લઈને છે એમ નથી પણ પરના અભાવરૂપ પોતાનો જ સ્વભાવ છે. આ પ્રમાણે પરદ્રવ્યને આત્મદ્રવ્ય સાથે કોઈપણ સંબંધ નથી. હવે કહે છે
‘વર્તુ–મૈત્વ–સંવંધ–સમાવે' એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, ‘ત-નૃતા વત:' આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય?
જુઓ, આ પ્રમાણે સ્વદ્રવ્ય-પદ્રવ્યને કર્તાકર્મસંબંધ નથી તો પછી આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કેમ હોય? નિશ્ચયથી તે પરદ્રવ્યનો તો કર્તા નથી, રાગનોય કર્તા નથી; અને એથી વિશેષ કહીએ તો ગાથા ૩૨૦ માં આવી ગયું કે દ્રવ્ય ત્રિકાળી જે નિત્યાનંદ પ્રભુ છે તે એની નિર્મળ પર્યાયને-નિર્જરા ને મોક્ષનેય-કરતું નથી. એ તો તે તે પર્યાય પોતાના અકાળે પોતાથી સ્વયં પ્રગટ થાય છે. હવે આવી વાત સાંભળીને લોકોને ખળભળાટ થઈ જાય છે.
પણ ભાઈ ! જગતનો કર્તા કોઈ ઈશ્વર છે એમ માનનાર મિથ્યાષ્ટિ છે તેમ જૈન સાધુ થઈને છ કાયના જીવોની હું રક્ષા કરી શકું એમ માનનાર પણ મિથ્યા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com