________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯ર ].
ચન રત્નાકર ભાગ-૯ આ પ્રમાણે ભેદવિજ્ઞાન તે જ્ઞાન છે અને તે વડે જીવ જ્ઞાની છે. ભેદવિજ્ઞાન વિના જીવ અજ્ઞાની છે. આવી વાત છે.
હવે, જેઓ જૈનના સાધુઓ પણ સર્વથા એકાન્તના આશયથી આત્માને કર્તા જ માને છે તેમને નિષેધતો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ
* કળશ ૧૯૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * [ તુ તમસ તતા: માત્માનું વર્તારમ્ પુણ્યત્તિ] જેઓ અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કર્તા માને છે, [ મુમુક્ષતામ્ ]િ તેઓ ભલે મોક્ષને ઈચ્છનારા હોય તોપણ [સામાન્યજ્ઞનવત્] સામાન્ય (લૌકિક) જનોની માફક [તેષામ્ મોક્ષ: ૧] તેમનો પણ મોક્ષ થતો નથી.
શું કહે છે? કે તેમનો પણ મોક્ષ થતો નથી. કોનો? કે જેઓ અજ્ઞાન-અંધકારથી વ્યાસ થયા થકા આત્માને કર્તા માને છે.
અહાહા...ભગવાન આત્મા ચિબ્રહ્મ પ્રભુ એક જ્ઞાતા-દેરાસ્વભાવી છે. અહા ! પોતાના આવા સ્વરૂપને નહિ જાણતાં અજ્ઞાનથી રાગની ક્રિયા-દયા, દાન, વ્રત, ભક્તિ આદિની ક્રિયા-કરવાનો મારો સ્વભાવ છે અર્થાત્ એ રાગાદિ ક્રિયા મારું કર્તવ્ય છે એમ જે માને છે તેઓ મૂઢ મિથ્યાદષ્ટિ છે. છ કાયના જીવોની રક્ષા હું કરી શકું અને તે મારું કર્તવ્ય છે એમ જેની માન્યતા છે તે ભલે બહારથી જૈનમતાનુસારી હો, દ્રવ્યચારિત્ર પાળતો હો, દેવ-ગુરુ-શાસ્ત્રની વિનય-ભક્તિયુક્ત હો, તથા શાસ્ત્રોમાં પારંગત હો, તોપણ તે પોતાને-આત્માને રાગનો કર્તા માનનારો મિથ્યાષ્ટિ છે. જૈન નથી. અહા ! આવા પુરુષો (આત્માને કર્તા માનનારા પુરુષો) ભલે મોક્ષને ઈચ્છનારા હો તોપણ સામાન્ય જનોની માફક-તાપસાદિ લૌકિક જનોની માફક-તેમનો પણ મોક્ષ થતો નથી.
આ સાંભળીને કોઈને (વ્યવહારમૂઢ જીવને) ખોટું લાગે, પણ ભાઈ ! આ કોઈના અનાદરની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ આવી છે એમ વાત છે; યથાર્થ સમજણ કરીને પોતાની ભૂલ ટાળવાની વાત છે. બાકી દરેક આત્મા શક્તિપણે તો ભગવાન છે. (ત્યાં કોનો અનાદર કરીએ?)
પાપનો કર્તા થાય કે પુણ્યનો કર્તા થાય-બન્ને એક સમાનપણે વિપરીતદષ્ટિ છે, કેમકે ભગવાન આત્મા તો અકર્તાસ્વભાવ છે, જ્ઞાતાદ્રષ્ટા છે. તેથી જેઓ આત્માને પુણ્યનો કર્તા માને છે તેઓ પણ અન્ય લૌકિક મિથ્યાષ્ટિઓની જેમ મોક્ષ પામતા નથી, બલ્ક દીર્ઘકાળ સંસારમાં રખડયા જ કરે છે. આવી વાત છે.
ન નં. ૩૮૫ * દિનાંક ૩
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com