________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય (અર્થાત્ જો નેત્ર દશ્ય પદાર્થને કરતું વેદતું હોય તો તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી, માટે નેત્ર દશ્ય પદાર્થને કરતું-વેદતું નથી) –પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે; તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક ) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવાવેદનાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.
શ્રી સમયસાર ગાથા ૩૨૦(શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યકૃત) ટીકા
ઉપર પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીનું પ્રવચન મથાળું- “હવે પૂછે છે કે- (જ્ઞાની કરતો-ભોગવતો નથી) એ કઈ રીતે?”
લ્યો, શિષ્ય પૂછે છે-એનો અર્થ એ કે તે ખૂબ જિજ્ઞાસાથી વાત સાંભળે છે, ભાઈ ! સાંભળવા ખાતર સાંભળવું એ જુદી ચીજ છે ને આત્માર્થી થઈ જિજ્ઞાસાથી સાંભળવું એ જુદી ચીજ છે. એમ કે આ (અનેક તરહના વિકલ્પ) કરે છે, વેદે છે એમ દેખાય છે ને આપ ધર્મી કરતો નથી, ભોગવતો નથી એમ કહો છો તો તે કેવી રીતે છે? અહા ! આત્મા પરને-રાગને કરે નહિ ને વેદેય નહિ –આ શું ચીજ છે? અહા ! આવા વિસ્મયકારી સ્વભાવને જાણવાની જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે તે શિષ્યને દષ્ટાંતપૂર્વક અહીં ગાથામાં ઉત્તર દે છે.
ટીકા ઉપરનું પ્રવચન:
જેવી રીતે આ જગતમાં...'
પહેલાં જગત સિદ્ધ કર્યું જોયું? છ દ્રવ્યમય જગતની હયાતી-અસ્તિ કહી. જગત છે એમ એની અતિ સિદ્ધ કરીને વાત કરે છે કે
જેવી રીતે આ જગતમાં નેત્ર દેશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદનાને અસમર્થ હોવાથી, દેશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી...'
અહાહા....! શું કહે છે? કે આ નેત્ર જે આંખ છે તે દેશ્ય નામ દેખવાયોગ્ય પદાર્થથી અત્યંત ભિન્ન છે. ભાઈ ! આ આંખ જેને દેખે છે તે દેખવા યોગ્ય પદાર્થથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com