________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૭૩
કેમ બેસે એને? તું માન કે ન માન; પણ વસ્તુ અંદર જ્ઞાનવન છે તે સકળ નિરાવરણ છે, અને તેને ધર્મ પુરુષ ધ્યાવે છે.
અહા! અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા સકળ નિરાવરણ છે. વળી અનંતગુણથી ભરેલો છતાં ગુણભેદ વિનાનો અખંડ એક છે; ખંડરૂપ નથી, ભેદરૂપ નથી; પર્યાયભેદથી ભેદાતો નથી તેવો અભેદ એક છે. વળી સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો પ્રત્યક્ષપ્રતિભાસમય છે. આત્મા સ્વભાવથી જ પ્રત્યક્ષપ્રતિભાસમય છે.
કોઈને થાય કે તે જણાતો તો નથી ?
બાપુ! તું રાગમાં ને નિમિત્તમાં એને શોધે તો તે કેમ જણાય? એ તો જ્યાં છે ત્યાં અંતર્મુખ થઈ જુએ તો અવશ્ય જણાય એવો તે પ્રત્યક્ષપ્રતિભાસમય છે. આત્મા ચૈતન્યપ્રકાશનું બિંબ છે. જ્ઞાનને તેમાં એકાગ્ર કરીને જોનારને તે અવશ્ય જણાય એવો છે. અહા! અંતર્મુખ ઉપયોગમાં–નિજ સ્વસંવેદનજ્ઞાનમાં તે જણાય એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. ભલે મતિજ્ઞાન હો કે શ્રુતજ્ઞાન, સમ્યક્ત્તાનની એક સમયની પર્યાયમાં આખો આત્મા એક-અખંડપણે જણાઈ જાય એવું જ એનું સ્વરૂપ છે. ન જણાય એ વાત જ ક્યાં છે? ભાઈ ! તું બહારમાં ફાંફાં મારે ને તે ન જણાય એમાં અમે શું કરીએ ?
વસ્તુ નિજ પરમાત્મતત્ત્વ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય ત્રિકાળ અવિનશ્વર અને તે જ ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય છે. સમ્યગ્દર્શનનો વિષય પણ એ જ છે અને કલ્યાણકારી ધ્યાનનું ધ્યેય પણ એ જ છે. લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય ? વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ આવું જ છે.
અરે! ચૈતન્યનિધાનસ્વરૂપ પોતાના ભગવાનને ભૂલીને તે અનાદિથી અવળે પંથે ચઢી ગયો છે! અહા! ચૈતન્યલક્ષ્મીથી ભરેલો પોતે ત્રિકાળ વિધમાન હોવા છતાં તે આ બહારની જડ લક્ષ્મીની ને પુણ્યની ભાવના કરે છે! અહા! ત્રણલોકનો નાથ જિનસ્વરૂપ પ્રભુ આમ ભિખારી થઈને લોકમાં ભમે તે કેમ શોભે? ભગવાન! આ શું કરે છે તું? તારા ઉપયોગને અંતરમાં લઈ જા, તને સુખનિધાન પ્રભુ આત્મા પ્રાપ્ત થશે. ભાઈ ! તારા સુખનો આ એક જ ઉપાય છે. ધર્મી પુરુષો અંતર્મુખપણે ૫૨મભાવસ્વરૂપ એ એકને જ ધ્યાવે છે.
પર્યાય અપેક્ષાએ કેવળજ્ઞાન આદિને ‘૫૨મભાવ ' કહીએ, પૂર્ણદિશાને ‘૫૨મભાવ કહીએ; પણ દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ તો શુદ્ધપારિણામિકભાવ જે ત્રિકાળ એકરૂપ છે તે જ પરમભાવ છે. છઠ્ઠી ગાથામાં જેને એક જ્ઞાયકભાવ કહ્યો તે જ પરમભાવ છે. અહા! આવો ૫૨મભાવસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવ જેનો ભાવ છે તે નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com