________________
Version 001: remember fo check hîřp://www.AtmaDharma.com for updates
૧૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ આ શેઠિયા બધા, પાસે પાંચ
ચૈતન્ય-દરિયો જેમાં ભાસ્યો તે ભાવના અપૂર્વ છે. બાકી દસ કરોડ સંયોગમાં હોય ને એટલે માને કે અમે કાંઈક છીએ, પણ બાપુ! એ તો બધી ધૂળની ધૂળ છે.
પ્રશ્ન:- પણ એ ધૂળ વિના ચાલતું નથી ને ?
સમાધાનઃ- તને ખબર નથી ભગવાન! પણ એ ધૂળ વિના જ તારે અનાદિથી ચાલ્યા કર્યું છે; કેમકે તારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એ ક્યાં છે? ભાઈ ! ૫દ્રવ્યનો આત્મામાં ત્રણેકાળ અભાવ છે, અને સ્વભાવભાવનો સદાય સદ્ભાવ છે. ભાઈ ! તારા સ્વસ્વભાવમાં ૫૨દ્રવ્ય તો શું, એક સમયની પર્યાય પણ પ્રવેશ પામતી નથી એવું તારું સ્વદ્રવ્ય છે.
અહીં કહે છે-એ સ્વદ્રવ્ય નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપમિક જ્ઞાનમાં જણાય
એવું છે. આ જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન હોવાથી ક્ષયોપશમભાવરૂપ છે; સમકિત ભલે ક્ષાયિક હોય, પણ જ્ઞાન તો ક્ષાયોપશમિકભાવે જ છે.
જુઓ, શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત હતું, સ્વાનુભવમંડિત ભાવશ્રુતજ્ઞાન હતું. તીર્થંકરગોત્ર બાંધ્યું છે. પૂર્વે નરકનું આયુ બંધાઈ ગયું હતું એટલે અત્યારે પહેલા નરકના સંયોગમાં ગયા છે. ત્યાં પણ ક્ષાયિક સમકિત વર્તે છે. ક્ષણે ક્ષણે ત્યાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. અહા! એ નરકના પીડાકારી સંયોગમાં પણ પોતાના આત્માને શુદ્ધ બુદ્ધ ચિદાનંદસ્વરૂપ પરમાત્મસ્વરૂપ અનુભવે છે. એની અજ્ઞાનીને શું ખબર પડે? આ કરો ને તે કરો-એમ ક્રિયાકાંડમાં જ એકાંતે રોકાઈ ગયા છે એને ભગવાન કેવળીની આજ્ઞાની ખબર જ નથી. બાપુ! આ તો જગતથી તદ્દન નિરાળી વાત છે, જગત સાથે એનો ક્યાંય મેળ બેસે એમ નથી.
સમકિતીને જે ભાવશ્રુતજ્ઞાન છે તે ક્ષયોપશમરૂપ છે અને તે એકદેશવ્યક્તિરૂપ છે, ક્ષાયિકની જેમ પૂર્ણ વ્યક્તિરૂપ નથી, સર્વદેશવ્યક્તિરૂપ ક્ષાયિજ્ઞાન તો કેવળી ૫૨માત્માને હોય છે. સમ્યગ્દષ્ટિને તથા ભાવલિંગી મુનિવરને જે જ્ઞાન અંદર પ્રગટ છે તે ક્ષાયોપમિક છે અને તેથી કહે છે, એકદેશવ્યક્તિરૂપ છે.
અહાહા...! ભગવાન ! તું જિન છો, જિનવર છો, જિન સો જિનવ૨, ને જિનવર સો જિન. અહા ! આવો જિનસ્વરૂપ ભગવાન આત્મા જેમાં જણાય તે ભાવશ્રુતજ્ઞાન ક્ષાયોપમિક છે અને એકદેશ-અંશે પ્રગટરૂપ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. આત્માનુભવ થતાં તે બધી શક્તિઓ અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. તેમ સમ્યગ્દર્શન થાય ત્યારે જે ક્ષયોપશમ જ્ઞાન પ્રગટ થાય છે તે અંશરૂપ વ્યક્ત હોય છે, પૂર્ણ વ્યક્ત નહિ. સર્વજ્ઞ ૫૨મેશ્વરને જે અનંત શક્તિઓ છે તે સર્વ પૂર્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com