________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬O ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ નિષ્કિય એટલે શું? જડની અને પરની ક્રિયા વિનાની ચીજ એનું નામ શું નિષ્ક્રિય છે? આત્મા શરીર આદિ પરની ક્રિયા ન કરી શકે માટે તે નિષ્ક્રિય છે શું? તો કહે છે-ના; એમ નથી. ભાઈ ! તું જરા ધીરો થઈને સાંભળ. બંધના કારણભૂત જે ક્રિયા એટલે કે રાગાદિ મલિન ભાવ તે-રૂપ શુદ્ધપારિણામિકભાવ નથી તેથી તેને નિષ્ક્રિય કહે છે. શું કીધું? આ પુણ્ય-પાપના ભાવ જે થાય તે બંધના કારણરૂપ ક્રિયા છે અને તેનો શુદ્ધપારિણામિકમાં અભાવ છે તેથી તેને નિષ્ક્રિય કહ્યો છે. તે ક્રિયા પર્યાયમાં તો છે પણ શુદ્ધ દ્રવ્યવસ્તુમાં નથી. માટે શુદ્ધ દ્રવ્યવહુ નિષ્ક્રિય છે. સમજાણું કાંઈ..? ભાઈ ! આ તો જૈનતત્ત્વ ! બહુ સૂક્ષ્મ બાપા !
લોકમાં તો ધર્મના નામે બીજાં (–રાગની ક્રિયાઓ) ચલાવે તો ચલાવો, પણ એ રીતે સંસારમાં રખડવાના આરા નહિ આવે. અહીં તો આ ચોકખી વાત છે કે –નિશ્ચય સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધદ્રવ્ય તે રાગરૂપ ક્રિયાની પરિણતિથી ભિન્ન છે; અર્થાત્ રાગની કોઈ ક્રિયાથી તે પમાય એમ નથી. લ્યો, હવે આવી વાત! જૈનમાં જન્મ્યાં હોય એનેય ખબર ન મળે! એક જૈન ત્યાગી સાંભળવા આવેલા તે કહેતા હતા કે આવી વાતની અમને ખબર નથી. અમારી બધી ક્રિયાઓ ફોગટ ગઈ.
જાઓ, ત્રિકાળી શુદ્ધપારિણામિક ભાવ નિષ્ક્રિય છે એટલે શું એની વાત ચાલે છે કે બંધના કારણરૂપ જે ક્રિયા-રાગાદિ પરિણતિ તે-રૂપ શુદ્ધપારિણામિક ભાવ થતો નથી, તેમ મોક્ષના કારણરૂપ જે ક્રિયા-શુદ્ધભાવનાપરિણતિ તે-રૂપ પણ શુદ્ધ પારિણામિક ભાવ થતો નથી. મોક્ષના કારણરૂપ ક્રિયા છે તે નિર્મળ નિર્વિકાર શુદ્ધ ભાવનાપરિણતિ છે. તે ક્રિયાપણે ત્રિકાળી શુદ્ધદ્રવ્ય થતું નથી, માટે તે નિષ્ક્રિય છે. અહાહા..! સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધદ્રવ્ય તે સમ્યગ્દર્શનની ક્રિયાપણે થતું નથી, ભાઈ ! આ તો ત્રિલોકીનાથ જૈન વીતરાગી પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલું એકલું અમૃત છે. અહો ! સમયસાર, પ્રવચનસાર ઇત્યાદિ દ્વારા આચાર્યદવે એકલાં અમૃત વરસાવ્યાં છે ! “અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.'
જડની ક્રિયાઓ-બોલવું, ચાલવું, ખાવું, પીવું, લખવું ઇત્યાદિ તો ભગવાન આત્મામાં છે જ નહિ. અહીં તો કહે છે–એની પર્યાયમાં રાગાદિ વિકારની જે ક્રિયા થાય છે તે ક્રિયારૂપે શુદ્ધદ્રવ્ય થતું નથી, તથા એની પર્યાયમાં મોક્ષની સાધક જે જ્ઞાનભાવરૂપ ક્રિયા થાય છે તે ક્રિયારૂપે પણ શુદ્ધદ્રવ્ય થતું નથી. અહા ! જે એક જ્ઞાયકભાવ છે તે તો તે જ છે, તે કદીય પ્રમત્ત-અપ્રમત્તરૂપ થયો નથી. માટે, કહે છે, ત્રિકાળી શુદ્ધદ્રવ્યઅક્રિય છે. અહો! કોઈ અલૌકિક શૈલીથી વીતરાગી સંતોએ શુદ્ધદ્રવ્યસ્વભાવનું રહસ્ય ખોલ્યું છે. બાપુ! આ તો અંતરના નિધાન ખોલ્યાં છે.
એ તો પહેલાં આવી ગયું કે “શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિક નયે જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com