________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૦ ]
| [ ૧૪૭ રૂપ પર્યાય સમસ્ત રાગાદિથી ભિન્ન છે. તે ભાવનારૂપ પર્યાય શું છે? તો કહે છેઉપશમાદિ ભાવત્રયરૂપ છે. ક્ષાયિકમાં અહીં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિકભાવની વાત છે, અહીં ભગવાન કેવળીના ક્ષાયિકભાવની વાત નથી. ચોથે ગુણસ્થાને પણ ક્ષાયિક સમકિત પ્રગટ થાય છે એની અહીં વાત છે.
શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત હતું. તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું, પણ પૂર્વે નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું તેથી પર્યાયની યોગ્યતાવશ નરકના સંજોગમાં ગયા છે. પરંતુ રાગથી ભિન્ન પૂર્ણાનંદસ્વરૂપ નિજપરમાત્મદ્રવ્યનું અંદરમાં ભાન છે, અને આનંદનું વેદન સાથે છે. શીલપાહુડમાં આવે છે કે ધર્મી જીવને નરકગતિમાં પણ શીલ છે. અહાહા...! પૂર્ણાનંદના નાથને જ્યાં અંતરમાં ઢઢોળીને જગાડયો અને સમ્યગ્દર્શન-જ્ઞાનને પ્રાપ્ત થયો ત્યાં તેની સાથે સ્વરૂપાચરણરૂપ સ્થિરતા પણ જીવને હોય જ છે. પોતાના સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપનું આચરણ-એ ત્રણે મળીને શીલ કહેવાય છે. શીલ એટલે ખાલી શરીરથી બ્રહ્મચર્ય પાળવું એની આ વાત નથી; એ તો એકલી રાગની ક્રિયા છે, જ્યારે સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રરૂપ શીલ તો રાગથી ભિન્ન છે. માર્ગ તો આવો છે ભાઈ !
જે શુભરાગ છે તેમાં જેટલો અશુભરાગ ટળ્યો તે શુદ્ધતા છે એમ કહેવું તે બરાબર નથી. સમ્યગ્દર્શન અને આત્માનો અનુભવ થાય, પછી તેને શુભરાગ આવે છે અને એમાં અશુભ ટળે છે. પણ શુભરાગ જે રહે છે તેનો ક્રમે અભાવ થઈને પૂર્ણ અભાવ થતાં મોક્ષ પ્રગટ થાય છે પણ શુભરાગ રહે ને મોક્ષ પ્રગટ થાય એમ ન બને. બાપુ! શુભરાગ છે એ તો બંધનું જ કારણ છે.
આ ઉપશમાદિ ત્રણ ભાવોને સમસ્ત રાગાદિરહિત કહ્યા છે. છે કે નહિ અંદર? ભાઈ ! કોઈપણ રાગનો અંશ મોક્ષનો માર્ગ હોઈ શકે જ નહિ. જે ભાવથી તીર્થંકરગોત્રકર્મની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ રાગ છે અને બંધનું જ કારણ છે. ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવરૂપ નથી. શુભરાગ છે એ તો ઉદયભાવ છે, બંધ પરિણામ છે, જ્યારે ઉપશમાદિ ભાવટય છે એ મોક્ષમાર્ગરૂપ છે. અબંધ છે.
જાઓ, સોલહકારણ ભાવના સમ્યગ્દષ્ટિને જ હોય છે, અજ્ઞાનીને હોતી નથી. સમ્યગ્દષ્ટિ ધર્માત્માને પોડશકારણભાવનાનો રાગ આવે છે, પણ એ બંધનું જ કારણ છે, તે કાંઈ અબંધ પરિણામ નથી. અહીં તો આ ચોકખી વાત છે કે મોક્ષનો માર્ગ જે ત્રણભાવમય છે તે સમસ્ત રાગાદિથી રહિત છે.
કોઈને થાય કે ધર્મી પુરુષને ઉપશમાદિ ભાવ વખતેય રાગ તો હોય છે. તો તેને “સમસ્ત રાગાદિ રહિત કેમ કહ્યા ?' ભાઈ ! જે ઉપશમાદિ નિર્મળ ભાવો છે તે તો રાગરહિત જ છે; તે કાળે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com