________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ હા, પર્યાયમાં જે વિકાર થાય છે તે સ્વતંત્ર તે સમયના પકારકના પરિણમનથી થાય છે. જીવદ્રવ્ય એનું કારણ નહિ ને નિમિત્ત-કર્મ પણ એનું વાસ્તવિક કારણ નહિ. પંચાસ્તિકાય ગાથા-૬૨ માં આ વાત આવી છે. લોકોને બેસવી કઠણ પડે છે પણ આ સત્ય વાત છે.
તેવી રીતે મોક્ષમાર્ગની જે પર્યાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રયની જે પર્યાય છે તે નિશ્ચયથી તે તે કાળે પોતાના પકારકના પરિણમનથી ઉત્પન્ન થાય છે. પરમપારિણામિકભાવલક્ષણ જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય-ગુણ છે એની તેને અપેક્ષા નથી; તેમ દયા, દાન, વ્રત, આદિ વ્યવહારરત્નત્રયની પણ એને અપેક્ષા નથી. વીતરાગનો માર્ગ આવો સૂક્ષ્મ છે ભાઈ ! રાગની ક્રિયા કરતાં કરતાં ધર્મ થાય એ વીતરાગના માર્ગમાં નથી; એ તો અજ્ઞાની લોકોએ કલ્પના કરીને ઊભી કરેલી વાત છે. અરે! લોકોએ માર્ગને ચૂંથી નાખ્યો છે!
ભાઈ ! મોક્ષનો માર્ગ કે સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રયની જે પર્યાય પ્રગટ થઈ તે સ્વતંત્ર પ્રગટ થઈ છે, એને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા નથી ને બાહ્ય વ્યવહારના કારકોની પણ અપેક્ષા નથી. સમ્યગ્દર્શનની પર્યાય પોતાના પકારકથી સ્વતંત્ર ઉત્પન્ન થઈ છે. સમ્યગ્દર્શનની કર્તા સમ્યગ્દર્શનની પર્યાય, એનું કાર્ય તે પર્યાય, એનું સાધન તે પર્યાય, એનું સંપ્રદાન, અપાદાન ને અધિકરણ પણ તે પર્યાય પોતે જ છે. અહો! સંતોએ આડતિયા થઈને સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત જગત સમક્ષ જાહેર કરી છે.
અહાહા....! આત્મા શુદ્ધપારિણામિકભાવરૂપ સહજાનંદ ચિદાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા આદિથી પૂરણ શક્તિઓથી ભરેલો પૂર્ણાનંદઘન ભગવાન છે. તેને અવલંબનારી તેને વિષય કરનારી જે ભાવના છે, જેને ઉપશમાદિ ભાવત્રય કહીએ તે, અહીં કહે છે, સમસ્ત રાગાદિથી રહિત છે. જુઓ, શું કીધું? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ રત્નત્રયરૂપ જે ભાવના છે, જેને આગમભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-એમ ભાવત્રયપણે કહી અને અધ્યાત્મભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામ ' , “શુદ્ધોપયોગ” ઇત્યાદિ પર્યાયસંજ્ઞાથી કહી તે
૧. શુદ્ધપારિણામિકભાવને અવલંબનારી છે. ૨. સમસ્ત રાગાદિથી રહિત છે.
જુઓ, આ ટીકા કરનારા જયસેનાચાર્યદેવ છે. તેઓ નગ્ન દિગંબર સંત હતા. અંદર આત્માના પ્રચુર આનંદરસના સ્વાદમાં રહેનારા તેઓ વનમાં રહેતા હતા. નવસો વર્ષ પહેલાં તેમણે આ ટીકા બનાવી છે. ટીકામાં તેઓ કહે છે–ભગવાન આત્મા ત્રિકાળ ચિદાનંદઘન નિત્યાનંદ પ્રભુ છે; એના આશ્રયે, એના અવલંબે, એના લક્ષે જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટે છે તે ભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com