________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
ચન રત્નાકર ભાગ-૯ એવું વસ્તુસ્વરૂપ નથી. વળી પર્યાય ન માનતાં વસ્તુને એકાંતે નિત્ય-કૂટસ્થ માને તો પર્યાયરૂપ પલટના વિના નવું કાર્ય બની શકે જ નહિ, અને તો તેના સંસારનો અભાવ ના થાય. આ પ્રમાણે વસ્તુમાં દ્રવ્ય-પર્યાય-એમ બન્ને અંશો એકી સાથે રહેલા છે અને તે બન્નેમાં કથંચિત ભિન્નપણું છે એવો સ્યાદ્વાદ મત છે. સમજાણું કાંઈ..?
અહીં કહે છે-મોક્ષમાર્ગની જે પર્યાય છે તે ત્રિકાળી દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. જુઓ, પર ચીજ તો આત્માથી સર્વથા જુદી છે. આ શરીર, મન, વચન ઇત્યાદિ આત્માથી સર્વથા જુદાં છે, કર્મ પણ આત્માથી સર્વથા જુદાં છે. અહીં કહે છે- પોતામાં જે દ્રવ્યપર્યાયના અંશો છે તેઓ પણ પરસ્પર કથંચિત્ ભિન્ન છે. અહો ! આ તો ભેદજ્ઞાનની ચરમ સીમારૂપ સર્વોત્કૃષ્ટ વાત છે. જેના અંતરમાં બેસી તે ન્યાલ થઈ જાય એવી આ વાત છે.
હવે કહે છે-“માટે આમ કર્યું – શુદ્ધપારિણામિકભાવવિષયક (શુદ્ધ પારિણામિકભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ-ઉપાદાન-કારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણ ) છે, પરંતુ શુદ્ધ-પારિણામિક નહિ (અર્થાત શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી)”
ઓહો ! વસ્તુ-ભગવાન આત્મા નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકભાવપણે છે; તેને શુદ્ધપરિણામિકભાવ, કહે છે. તે પારિણામિકભાવ, અહીં કહે છે, મોક્ષનું કારણ નથી. ઝીણી વાત છે પ્રભુ! તેને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહારનય છે. બાકી મોક્ષની પર્યાય જે પ્રગટે છે તેનું શુદ્ધ દ્રવ્ય વાસ્તવમાં કારણ નથી. અહા! જેમ દ્રવ્ય ત્રિકાળી સત્ છે તેમ પર્યાય પણ સહજ સત્ છે; આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગ પરિણામ હો કે વીતરાગ પરિણામ હો, તે પરિણામ તે તે કાળે સહજ સત્ છે. હવે જ્યાં આમ છે ત્યાં વ્યવહારથી-રાગથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી ?
વ્યવહારરત્નત્રય કરતાં કરતાં મોક્ષ થશે એવી વાતો અત્યારે ચાલે છે પણ તે યથાર્થ નથી. દયા કરો, વ્રત કરો, દાન, ભક્તિ, પૂજા કરો ઇત્યાદિ પ્રરૂપણા અત્યારે ચાલે છે, પણ ભગવાન! એ તો બધી રાગની ક્રિયાઓ છે. રાગ છે એ ઉદયભાવ છે, બંધનું કારણ છે; તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય. અત્યારે આ બધો મોટો ગોટો ઉઠયો છે. પણ બાપુ! પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા શાંતભાવ-આનંદભાવપણે અંતરમાં બિરાજે છે તેના લક્ષ પરિણમતાં સ્વતંત્રપણે જ પોતાના પટ્ટારકરૂપ પરિણમન વડે નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય છે. અહા ! તે પર્યાયને વ્યવહારરત્નત્રયની-રાગની અપેક્ષા નથી. વ્યવહારની અપેક્ષા વિના જ નિરપેક્ષપણે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય પોતાના પટ્ટરકપણે પરિણમતી પ્રગટ થાય છે. આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com