________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૪૩ કરતો ક્યાંનો ક્યાંય ચાલ્યો જઈશ; આ ભવભ્રમણના પ્રવાહમાં તું ક્યાંય તણાઈ જઈશ.
ભાઈ! આત્માના પોતાના અંદરના ભાવોની આ વાત છે. તેમાં શુદ્ધપારિણામિકભાવ છે તે ત્રિકાળ પરમભાવ છે, તેમાં ઉત્પાદ-વ્યય નહિ ને તેનો કદીય અભાવ નહિ એવો શાશ્વત ધ્રુવ એકરૂપભાવ છે. પર્યાયરૂપ જે ચાર ભાવો છે તે ઉત્પાદ-વ્યયરૂપ છે. અશુદ્ધતાનો વ્યય થઈને અંશે શુદ્ધતારૂપ મોક્ષમાર્ગ પ્રગટે, ને મોક્ષમાર્ગનો વ્યય થઈને પૂરણ મોક્ષદશા પ્રગટે; પણ જે પરમભાવરૂપ દ્રવ્ય છે તેનો વ્યય પણ ન થાય અને તે નવો પ્રગટે પણ નહિ. આ રીતે પલટતી પર્યાય, ને ત્રિકાળ ટકતું દ્રવ્ય –આવું વસ્તુસ્વરૂપ છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અપરિણામી અક્રિય અને પર્યાય અપેક્ષાએ પરિણમનશીલ સક્રિય છે. શ્રી સર્વજ્ઞદેવે આવું દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુનું સ્વરૂપ ઉપદેશ્ય છે. તેમાં કહે છે-દ્રવ્યપર્યાય સર્વથા અભિન્ન નથી, કથંચિત્ ભિન્ન છે. અહા! સર્વથા ભિન્ન નહિ, સર્વથા અભિન્ન નહિ–આવું વસ્તુનું સ્વરૂપ છે. સર્વથા ભિન્ન હોય તો વસ્તુ અવસ્થા વગરની થઈ જતાં વસ્તુ જ ન રહે તથા સર્વથા અભિન્ન હોય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો નાશ થઈ જાય અર્થાત્ વસ્તુ જ ન રહે. માટે દ્રવ્ય-પર્યાય કથંચિત્ ભિન્ન છે એ યથાર્થ છે.
શાસ્ત્રમાં કાવ્યચક્ટ્રોવ્યયુમ્સ ' કહ્યું છે. ધ્રુવતા એટલે ટકવું, ઉત્પાદ-વ્યય એટલે બદલવું. અહા! ટકીને બદલે, ને બદલવા છતાં ટકી રહે એવું આશ્ચર્યકારી વસ્તુનું સસ્વરૂપ છે. દ્રવ્ય અવિનાશી, પર્યાય વિનાશી—એમ દ્રવ્ય-પર્યાય બન્ને સર્વથા એક નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના લક્ષે શ્રદ્ધા-જ્ઞાન-રમણતારૂપ જે એની નિર્મળ દશા પ્રગટી છે તે મોક્ષદશાનું કારણ ખરું, પણ તે દશા પોતે તો મોક્ષદશા થતાં વ્યય પામી જશે, જ્યારે દ્રવ્ય ટકીને ત્રિકાળ ઊભું રહેશે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાય એમ વસ્તુના બન્ને અંશોમાં ભિન્નતા છે. અહો ! આવું વસ્તુસ્વરૂપ સમજતાં અંદબુદ્ધિ ટળીને દ્રવ્યદૃષ્ટિ થાય છે.
જાઓ, આત્મામાં એક પર્યાયઅંશ છે; અજ્ઞાન ટળીને જ્ઞાન થવું, અશુદ્ધતા ટળીને શુદ્ધતા થવી ઇત્યાદિ નવું નવું કાર્ય પર્યાયમાં જ થાય છે. ત્યાં જે પર્યાયનું અસ્તિત્વ જ ના માને તેને તો નવું કાંઈ કાર્ય થતું જ નથી, અર્થાત્ તેને પોતાના અજ્ઞાનભાવને કારણે સંસાર મટતો જ નથી. વળી કોઈ એકલી પર્યાય સામું જ જોયા કરે ને દ્રવ્યના શુદ્ધસ્વભાવનું લક્ષ ન કરે તેને પણ અશુદ્ધતા ટળીને શુદ્ધતા થતી નથી. પર્યાયની શુદ્ધતા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે થાય છે; દ્રવ્યસ્વભાવમાં અંતર્મુખ એકાગ્ર થયા વગર પર્યાયની શુદ્ધતા થતી નથી. દ્રવ્યને ન માને તોય શુદ્ધતા ન સધાય, ને પર્યાયને ન માને તોય શુદ્ધતા ન સધાય. એકાંતે પર્યાયને જ વસ્તુ માની લે તો પર્યાયનો વ્યય થતાં જ વસ્તુનો નાશ-અભાવ થઈ જાય. પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com