________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩ર૦ ]
[ ૧૧૭ ઉત્તર- સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વદ્રયનો અભાવ હોવાથી.
શું કીધું? જોકે પર્યાયાર્થિકનયે અશુદ્ધ દશભાવપ્રાણ, ભવ્યત્વ-અભવ્યત્વદ્રય-એ ત્રણે કહેવામાં આવ્યા છે તોપણ ‘સર્વે સુદ્ધાં હું સુદ્ધગયા' –એ વચનથી શુદ્ધનયથી સંસારીને એ ત્રણેય છે નહિ. અહાહા...! વસ્તુ જે ત્રિકાળ શુદ્ધ એકરૂપ છે તેમાં એનો અભાવ છે-અને સિદ્ધોને એ દશ અશુદ્ધ ભાવપ્રાણ સર્વથા પર્યાયમાં પણ છે નહિ. સંસારીને (એ ત્રણ) પર્યાયમાં છે પણ વસ્તુમાં નથી, જ્યારે સિદ્ધમાં એ ત્રણેનો સર્વથા અભાવ છે, અહાહા...! સિદ્ધ ભગવાન છે તે ભવ્ય પણ નથી; અભવ્ય પણ નથી; આ પર્યાયની વાત છે. ભવ્યત્વ એટલે મોક્ષ હોવાને લાયક, મોક્ષ તો થઈ ગયો માટે ભવ્યત્વનો સિદ્ધને અભાવ છે; અને અભવ્યને તો મોક્ષ છે જ નહિ.
સંસારી પ્રાણીને શુદ્ધનયથી જોઈએ તો દશભાવપ્રાણ નથી. પાંચ ભાવેન્દ્રિયો, મનવચન-કાયાના નિમિત્તે કંપનદશા, શરીરમાં રહેવાની યોગ્યતારૂપ આયુષ્ય અને શ્વાસોચ્છવાસ થવાની પર્યાયની યોગ્યતા-એમ દશ અશુદ્ધ ભાવપ્રાણ બધા સંસારી જીવોને શુદ્ધનયથી નથી. અને સિદ્ધોને તો સર્વથા દશપ્રાણરૂપ જીવત્વ નથી. તેમ જ ભવ્યત્વઅભવ્યત્વનો પણ સિદ્ધ ભગવાનને અભાવ છે, કેમકે જ્યાં સાક્ષાત્ મોક્ષદશા છે ત્યાં મોક્ષ થવાની લાયકાત ભવ્યત્વ ક્યાં રહ્યું? અને અવિને તો મોક્ષ છે જ ક્યાં? આ પ્રમાણે ભવ્યત્વ-અભવ્યત્વને પણ ભેદરૂપ વ્યવહાર ગણીને અશુદ્ધ પારિણામિકભાવ કહ્યા.
આત્માનો સાચો પ્રાણ અને એનું સાચું જીવન તો શુદ્ધ ચેતના છે; એને દશપ્રાણ કહ્યા એ તો વ્યવહારથી છે, પણ તે કાંઈ આત્માનું પરમાર્થ જીવન નથી. તેના વગર પણ આત્મા જીવી શકે છે. જુઓ, સિદ્ધને પૂર્વે (સંસારદશામાં) દશ પ્રાણ હતા, પણ હમણાં તો તે સર્વથા જ નથી, દ્રવ્ય-ગુણમાં તો પહેલેથી જ ન હતા, હવે પર્યાયમાં પણ તેનો અભાવ થયો. અહો ! ભગવાન સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વ પરમ અલૌકિક છે. ભાઈ ! અહા ! દ્રવ્યપર્યાયનું ને પાંચ ભાવોનું સ્વરૂપ સમજાવીને મોક્ષનો ઉપાય ને મોક્ષ કેમ સધાય તે આચાર્યદેવે બતાવ્યું છે. અહા ! વીતરાગી સંતોનો મહા-મહા ઉપકાર છે.
હવે કહે છે- “તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પરિણામિકને તો યથાસંભવ સમ્યકત્વાદિ જીવગુણોનું ઘાતક “દેશઘાતી” અને “સર્વઘાતી” એવાં નામવાળું મોહાદિકર્મ-સામાન્ય પર્યાયાર્થિકન ઢાંકે છે એમ જાણવું.”
જુઓ, દશભાવપ્રાણરૂપ અશુદ્ધ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ-એ ત્રણમાં, મોક્ષ થવાની લાયકાતરૂપ ભવ્યત્વલક્ષણ પારિણામિકભાવ છે. તેને કહે છે, સમ્યકત્વાદિ ગુણોનું ઘાતક “દેશઘાતી” ને “સર્વઘાતી' નામવાળું મોહાદિકર્મસામાન્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com