SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ અરે ભાઈ! તને તારા કાયમી ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? આહાર-પાણી કે શરીરાદિ જડથી તું જીવવાનું માન તે કાંઈ સાચું જીવન નથી. અહા! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડે તું કેમ જીવે ? ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડે ત્રિકાળ જીવે, અને શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે મોક્ષ-સિદ્ધપદને સાધીને સાદિ-અનંત પૂરણ આનંદમય જીવન જીવે તે જ જીવનું સાચું જીવન છે. સ્તુતિમાં આવે છે ને કે તારું જીવન ખરું તારું જીવન... જીવી જાણ્યું નેમનાથે જીવન... **** અહાહા...! ભગવાન કેવળી જે પૂરણ વીતરાગવિજ્ઞાનમય જીવન જીવે છે તે ખરું જીવન છે, સાચું જીવન છે. બાકી અજ્ઞાનપૂર્વક રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે? એ તો ભયંકર ભાવમરણ છે. આવે છે ને કે - ક્ષણક્ષણ ભયંકર ભાવમ૨ણે કાં અરે! રાચી રહો ? બાપુ! રાગથી ધર્મ માને અર્થાત્ રાગને જીવન માને તેને તો સાચું જીવન જીવતાં જ નથી આવડતું; તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ.. અહીં કહે છે–જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વ ય પર્યાયાર્થિકનયને આશ્રિત છે અને તેથી તે ‘અશુદ્ધ પારિણામિકભાવ' સંજ્ઞાવાળાં છે. અહો! આ તો એકલું માખણ મૂકયું છે. શું કહે છે! કે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વઅભવ્યત્વન્દ્વય-એ ત્રણ અવસ્થાદષ્ટિએ, પર્યાયદષ્ટિએ, વ્યવહારનયથી કહેવામાં આવ્યાં છે. દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ પ્રાણ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ અહીં કહે છે-પાંચ ઈન્દ્રિયો ( ભાવેન્દ્રિયો ) મન, વચન, કાયા આયુષ્ય અને શ્વાસ (અંદર જીવની યોગ્યતારૂપ) –એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે એમ જે કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે અને તે ‘અશુદ્ધ પારિણામિકભાવ' છે. વળી ભવ્યત્વ-અભવ્યત્વન્દ્વય પણ પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘અશુદ્ધ પારિણામિકભાવ’ છે, અહાહા..! ત્રિકાળી ધ્રુવ એક ચૈતન્યસ્વભાવભાવથી ભરેલી શુદ્ધ પરમપારિણામિકભાવસ્વરૂપ જે વસ્તુ તેમાં આ ‘અશુદ્ધ પારિણામિકભાવ' ક્યાં છે? નથી. લ્યો, હવે આમાં ઓલા વ્યવહા૨વાળાઓને બધા વાંધા ઉઠે છે. પણ શું થાય. (વસ્તુસ્વરૂપ જ એવું છે ત્યાં શું થાય ?) જુઓને! આ ચોકખું તો કહ્યું છે કે-જે દશપ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ-એ ત્રણે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘ અશુદ્ધ પારિણામિકભાવ ' સંજ્ઞાવાળાં છે. પ્રશ્ન:- ‘ અશુદ્ધ ’ કેમ ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy