SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ ] થન રત્નાકર ભાગ-૯ કહે છે-તે કર્તૃત્વ-ભોકતૃત્વથી ને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે. પરમાત્મપ્રકાશમાં (દોહા ૧૯૧ ની ટીકામાં) પરમાનંદસ્તોત્રનો શ્લોક આવે છે ને કે "आनंदं ब्रह्मणो रुपम् निजदेहे व्यवस्थितम्। ध्यानहीना न पश्यन्ति जात्यंधा इव भास्करम्।।" અહાહા....! દેહમાં શરીરમાં ભિન્નપણે વિરાજમાન બ્રહ્મ નામ પરમસ્વભાવવાન ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરૂપ છે. પરંતુ અંતર્દષ્ટિ-સહિત જે ધ્યાન તે ધ્યાન વિનાના પ્રાણી આનંદકંદ પ્રભુ આત્માને જોઈ શકતા નથી, કોની જેમ? તો કહે છે જે જન્મથી અંધ છે તે સૂર્યને જોઈ શકતો નથી તેમ. અહા ! આત્મા અંદરમાં અતીન્દ્રિય આનંદરૂપ-પરમસ્વભાવભાવરૂપ છે તેને અનાદિથી મિથ્યાદષ્ટિ જોઈ શકતો નથી. અહીં પણ કહે છે–પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધ-દ્રવ્યાર્થિકનયે જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી અને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે. આ પરમસ્વભાવભાવ જે એક આનંદરૂપ, જ્ઞાયકરૂપ, ધ્રુવ સ્વભાવભાવરૂપ શુદ્ધ-ઉપાદાનભૂત છે. તે ત્રિકાળીની અહીં વાત છે. પર્યાયમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા પ્રગટે છે તેને પણ (ક્ષણિક ) શુદ્ધ-ઉપાદાન કહેવાય છે. અહીં ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ-ઉપાદાન તરીકે લેવું છે. અહાહા ! જયસેનાચાર્ય મહા મુનિવર દિગંબર સંતની આ ટીકા છે. તેઓ વનવાસી મુનિ હતા. મુખ્યપણે નિજાનંદરસમાં લીન રહેતા હતા. તેમની આ ટીકા છે. તેમાં શું કહે છે? કે પરમપારિણામિક પરમભાવરૂપ એવો જે શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તેને ગ્રહણ કરનાર અર્થાત્ જાણનાર શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી શૂન્ય છે. અહીં શુદ્ધદ્રવ્યાર્થિકનકે કહ્યું ને? મતલબ કે શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે પણ તેના લક્ષે જે વર્તમાનદશા પ્રગટે છે તે પણ કર્તા-ભોક્તાપણાથી શૂન્ય છે. અહાહા....! જે ત્રિકાળને પકડે એવી જે આનંદની દશા તે–રૂપે જે પરિણત છે તે જીવ પણ શુભાશુભ રાગના અને પરપદાર્થના કર્તા-ભોક્તાપણાથી શૂન્ય છે. હવે લોકોને બિચારાઓને આ સાંભળવા મળે નહિ એટલ કઠણ પડ; પણ ભાઈ ! આ પરમ સત્ય વાત છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં નિશ્ચય સમકિત અને નિશ્ચય ચારિત્ર પ્રગટશે એમ જેઓ માને છે તેમને શુદ્ધ અંત:તત્ત્વની ખબર નથી. કેટલાક તો આ શુદ્ધ અંત:તત્ત્વની વાત એકાંત છે એમ માની ઉડાવી દે છે. પણ અરે પ્રભુ ! આવા ભાવથી તને સંસારનું પરિભ્રમણ થશે. ભાઈ ! આ તો તારા હિતની વાત છે. એની ઉપેક્ષા કરવાથી તેને ભારે નુકશાન છે. અરેરે ! સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન કેવળી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy