________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૦૩ જેમ આંખ પદાર્થોને માત્ર દેખે છે, તેને પોતામાં ગ્રહતી નથી તેમ આત્માની આંખ અર્થાત્ શુદ્ધજ્ઞાનપરિણતિ પણ રાગ-દ્વેષને, પુણ્ય-પાપને કરતી-ભોગવતી નથી, તેને ગ્રહતી નથી, તેનાથી જુદી જ વર્તે છે. જો અગ્નિને કરવા-ભોગવવા જાય તો આંખ અગ્નિરૂપ થઈ જાય અર્થાત્ બળી જાય; તેમ જ્ઞાનચક્ષુ જો રાગાદિને કરવા-ભોગવવા જાય તો તે રાગાદિરૂપ થઈ જાય અર્થાત્ એની શાંતિ બળી જાય. પણ નિર્મળ જ્ઞાનપરિણતિ રાગાદિ ભાવોને સ્પર્શતી જ નથી, તેને કરતી કે વેદતી જ નથી. જ્ઞાનપરિણતિનો આવો સહજ સ્વભાવ જ છે. શુદ્ધ જ્ઞાનપરિણત આત્મા શુદ્ધ ઉપાદાનપણે જ્ઞાનને કરે છે, પણ રાગાદિને કે કર્મોને કરતો નથી, ભોગવતો નથી. તેને માત્ર જાણે જ છે.
ભાઈ ! કેવળીને તો રાગ થતો જ નથી એટલે તે તેને ન કરે, પણ સાધકને તો રાગ હોય છે એટલે તે તેનો કર્તા થતો હશે–એમ શંકા ન કરવી; સાધકનું જ્ઞાન - ભાવશ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ પરથી-રાગથી જુદું વર્તે છે; રાગ તેને પરયપણે જ છે, જ્ઞાન તેમાં તન્મય થતું નથી. અહા! કેવળીનું જ્ઞાન (કવળજ્ઞાન) હો કે સાધકનું જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન) હો, જ્ઞાનનો સ્વભાવ જ આવો છે કે તેમાં રાગ સમાય નહિ એ તો રાગથી ભિન્ન સદા શાયક જ છે. લ્યો, આવી વાત ! સમજાણું કાંઈ....?
હવે ભગવાન આત્મા કેવો છે, એનું ત્રિકાળી સ્વરૂપ કેવું છે તે બતાવે છે. અહાહા....સમ્યગ્દર્શનનો વિષય (લક્ષ્ય), સમ્યગ્દર્શનનું ધ્યેય પરમાત્મસ્વરૂપ એવો ત્રિકાળી આત્મા કેવો છે તે હુવે કહે છે:
સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધવ્યાર્થિકનયે જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી તથા બંધ-મોક્ષના કારણે ને પરિણામથી શૂન્ય છે-એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું.'
જાઓ, આ સમયસારની ગાથા ૩૨૦ ઉપર શ્રી જયસેનાચાર્યની ટીકા વંચાય છે. આચાર્ય શ્રી જયસેનસ્વામીએ ૩૦૮ થી ૩૨૦ સુધીની ગાથાઓને મોક્ષાધિકારની ચૂલિકા તરીકે વર્ણવી છે. તેની શરૂઆતના ઉપોદઘાતમાં-સમુદાય-પાતનિકામાં એમ કહ્યું તું કે
સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તુત્વભોકતૃત્વથી તથા બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે.'
શું કહ્યું આ? અહાહા..! આ આત્માના સહજ એક શુદ્ધ સ્વભાવની વાત છે. સર્વવિશુદ્ધ-પારિણામિક' –એટલે આત્માનો સહુજ-અકૃત્રિમ એક શુદ્ધ સ્વભાવ જે સમ્યગ્દર્શનનો વિષય છે. “પરમભાવગ્રાહુક' એટલે કે જે ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવ તેને ગ્રહનાર અર્થાત્ જાણનાર જે શુદ્ધદ્રવ્યાર્થિકનય છે તે નયે, કહે છે, જીવ કર્મના કર્તુત્વભોકતૃત્વથી ને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે. ગજબ વાત છે ભાઈ ! અંદર ભગવાન પૂરણ જ્ઞાનાનંદસ્વભાવ છે, સર્વ વિશુદ્ધ છે. અહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com