________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસારની ગાથા ૩૨૦ “તાત્પર્યવૃત્તિ ટીકાનો
ગુજરાતી અનુવાદ જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે!
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦. તે જ અકર્તુત્વભોસ્તૃત્વભાવને વિશેષપણે દઢ કરે છે
[ વિઠ્ઠી સાં fu TM સવIRાં તદ ગવેર્યા વેવ] જેવી રીતે નેત્ર-કર્તા-દેશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને, સંધૂક્ષણ (સંધૂકણ) કરનાર પુરુષની માફક, કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. અથવા પાઠાન્તરઃ “વિઠ્ઠી વય fu TM' – તેનું વ્યાખ્યાનઃ- માત્ર દષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. તેવો હોતો થકો (શુદ્ધજ્ઞાનપરિણત જીવ) શું કરે છે? [ નાગરિ ય વંધમોવā] જાણે છે. કોને? બંધમોક્ષને. માત્ર બંધ-મોક્ષને નહિ, [મુદ્રાં નિરં વેવ ] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે”
સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ-ભોસ્તૃત્વથી તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામથી શૂન્ય છે એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તુત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાભ્ય છે” એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોક્નત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તુત્વ-ભોક્નત્વના અભાવરૂપ તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિલક્ષણ તાત્પર્યવૃત્તિ” નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.
વળી વિશેષ કહેવામાં આવે છે:ઔપશમિકાદિ પાંચ ભાવોમાં ક્યા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં પથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com