________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા
[૭૫ શું કહે છે? કે બીજા જીવોને હું પ્રતિકૂળ સંજોગો દઈ શકું છું જેથી તે દુઃખી થાય અને બીજા જીવોને હું અનુકૂળ ખાન-પાન આદિ સામગ્રી દઉં જેથી તે સુખી થાય-અહા ! એવી માન્યતા અજ્ઞાન છે એમ કહે છે. સમજાણું કાંઈ.....?
પ્રશ્ન- તો ગરીબને દાણા દેવા કે નહિ?
ઉત્તર- કોણ દે દાણા? શું તું દાણા દઈ શકે છે? એ તો દાણા દાણાને કારણે જાય ભાઈ ! તું મિથ્યા માને કે હું દઉં છું. બાકી એના અંતરંગ પુણ્યના નિમિત્તે એને અનુકૂળ સામગ્રી મળે છે અને એના અંતરંગ પાપના નિમિત્તે એને પ્રતિકૂળ સામગ્રી મળે છે. બીજો કોઈ એને દઈ શકે છે એ વાત ત્રણકાળમાં સાચી નથી કેમકે બીજો બીજાને દઈ શકે એ વસ્તુસ્થિતિ જ નથી.
તો પછી દેનારો કોણ છે? (એમ કે કોઈ ઈશ્વર છે?)
બીજો કોઈ નથી, ઈશ્વરેય નથી. એ પરમાણુ પોતે જ દે છે. શું કીધું? પરમાણુમાં પણ અંદરમાં સંપ્રદાન નામનો ગુણ છે જે કારણે પોતે જ (પોતાને ) દે, અને પોતે જ (પોતાને માટે) લે. આકરી વાત બાપુ! તત્ત્વદષ્ટિ બહુ સૂક્ષ્મ છે. એ પરમાણુમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ-એમ પકારકરૂપ શક્તિ છે. અહા ! એની સમયસમયની પર્યાય જે થાય છે તે એના પોતાના પારકથી થાય છે. પરથી–બીજાથી પરમાણુની આમ-તેમ જવાની ક્રિયા થાય એમ ત્રણકાળમાં નથી.
પ્રશ્ન:- પણ પરમાણુને કાંઈ ખબર (-જ્ઞાન) નથી તો તે જાય કેવી રીતે?
ઉત્તર- જવામાં ખબરનું (જ્ઞાનનું) શું કામ છે? (એ તો ક્રિયાવતી શક્તિનું કામ છે ને પરમાણુને કિયાવતી શક્તિ છે). શું ખબર (–જ્ઞાન) હોય તો જ દ્રવ્ય કહેવાય? તો પછી ખબર (-જ્ઞાન) વિનાનાં જડ દ્રવ્યો જગતમાં છે જ નહિ એમ થશે. પણ એમ છે નહિ. બાપુ! ટકીને પ્રતિસમય પરિણમવું એ પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ જ છે.
આમાં બે સિદ્ધાંત પડયા છે
એક તો સામા જીવના સંબંધમાં રહેલા આવેલા સર્વ પરમાણુઓમાં-દરેકમાં તે કાળે જે પરિણામ થવાના હતા તે જ પોતાને કારણે થયા છે એવો નિર્ણય કરે તેને હું બીજા જીવને અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી દઉં ને સુખી-દુ:ખી કરું-એવો અધ્યવસાય ઉડી જાય છે;
અને તે કાળે મને જે સામા જીવને સુખી-દુ:ખી કરવાનો વિકલ્પ થયો તે વિકલ્પ તે કાળે થવાનો હતો તે ક્રમબદ્ધ જ થયો એમ નિર્ણય થતાં પોતાની દૃષ્ટિ ભગવાન જ્ઞાયક ઉપર જાય છે અને સ્વભાવનો આશ્રય થઈને સમ્યગ્દર્શન થાય છે. સાથે રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com