________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૮
જીવનમાં જે નિમિત્તરૂપ છે એવા વિકલ્પ-રાગનો અને યોગનો ( –કમ્પનનો ) અજ્ઞાની કર્તા–સ્વામી થતો હોવાથી તેને નિમિત્તકર્તાનો આરોપ દેવામાં આવે છે.
જયપુ૨ ખાણિયા-ચર્ચામાં પ્રશ્ન થયો હતો કે-૫૨ જીવોની રક્ષા કરવી તે દયા ધર્મ છે કે નહિ? જીવદયા-અહિંસા એ જીવનો સ્વભાવ છે, ધર્મ છે.
સમાધાનઃ- ભાઈ ! જીવદયા-અહિંસા એ જીવનો સ્વભાવ છે એ તો બરાબર છે. પણ અહિંસાનો અર્થ શું? અહિંસા એટલે પોતામાં (સ્વના આશ્રયે) રાગની ઉત્પત્તિ ન કરવી અને વીતરાગી પર્યાયની ઉત્પત્તિ કરવી એનું નામ સ્વદયા-જીવદયા અહિંસાધર્મ છે અને એ જીવનો સ્વભાવ છે. પણ ‘હું પરને જિવાડું'–એ તો વિકલ્પ-રાગ છે અને તે પુણ્યબંધનું કારણ છે. એ (-રાગ) કાંઈ જીવનો સ્વભાવ નથી. તથાપિ એને (-રાગને, જિવાડવાના વિકલ્પને) જીવનો સ્વભાવ માને તો એ માન્યતા મિથ્યાદર્શન છે. ‘હું ૫૨ને જિવાડી શકું છું’–એ માન્યતા મિથ્યાત્વ છે ભાઈ !
કોઈ કહે કે– પરની દયા પાળવાનો, પ૨ને જિવાડવાનો આત્માનો સ્વભાવ છે તો તે બીલકુલ જાઠી વાત છે. તો તે કહે છે-દયા-અહિંસાને જીવનો સ્વભાવ કહ્યો છે ને? ‘અહિંસા ૫૨મો ધર્મઃ' એમ કહ્યું છે ને ?
,
હા; પણ તે આકે આત્મા પોતે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવસ્વભાવી–વીતરાગસ્વભાવી ત્રિકાળી ધ્રુવ છે; તેનો આશ્રય કરીને તેમાં સ્થિર રહેવું, રમવું, ઠરવું એનું નામ દયા ને અહિંસા છે અને તે ૫રમ ધર્મ છે. સ્વદયા તે આત્માનો સ્વભાવ છે, પણ પરની દયા પાળવી એ કાંઈ જીવ-સ્વભાવ નથી. અહા ! આયુષ્ય જે ૫રનું છે તેને હું કરું એ તો ૫૨ને પોતાનું માનવારૂપ મહા વિપરીતતા થઈ. ૫૨ને પોતાનું માનવું ને જિવાડવાના રાગને પોતાનો સ્વભાવ માનવો એમાં તો પોતાના ચૈતન્યસ્વભાવનો ત્રિકાળી જીવનનો નિષેધ થાય છે અને તે ખરેખર હિંસા છે. અહા ! પોતે જેવો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેવો તેને ન માનતાં રાગ મારો સ્વભાવ છે, રાગ જેટલો હું છું એમ માનવું તે હિંસા છે, કેમકે એવી માન્યતામાં પોતાનો ઘાત થાય છે ને? અરે! પરને હું જિવાડું એવો અભિપ્રાય સેવીને એણે પોતાને અનંતકાળથી મારી નાખ્યો છે!
વીતરાગનો અહિંસાનો મારગ મહા અલૌકિક છે ભાઈ! હું પરને જિવાડી શકું છું, ૫૨ને જિવાડવું એ મારો ધર્મ છે, એ જીવનો સ્વભાવ છે–એમ જે માને છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે, કેમકે ૫૨ને તે જિવાડી શકતો નથી.
તો દયા ધર્મ શું છે?
અહા ! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ ત્રિકાળ વીતરાગસ્વભાવી–દયાસ્વભાવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com