________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૦]
[ ૬૧ પ્રશ્ન:- તો પછી પરની દયા કરવી કે નહિ?
ઉત્તર- કોણ કરે? શું પરની દયા કરી શકે છે? ભાઈ ! પરની દયાનો વિકલ્પ આવે ખરો, પણ એનાથી પરજીવનું જીવન ટકે છે એમ છે નહિ. બીજાથી બીજાનું જીવન કરી શકાતું નથી એ સિદ્ધાંત છે.
જ્ઞાનીની વાત કરી હતી ને? (અગાઉની ગાથામાં) કે જ્યારે આત્મા (જ્ઞાની) સ્વરૂપમાં લીન ધ્યાનદશામાં હોય ત્યારે “આને જિવાડું' એવો વિકલ્પય એને હોતો નથી, પણ જ્યારે ધ્યાનમાંથી બહાર આવે ત્યારે પ્રમાદવશ “આને જિવાડું” એવો કદાચિત્ વિકલ્પ આવે છે, પણ ત્યાં “એને જિવાડી શકું છું' એમ તે માનતો નથી. જિવાડવાના વિકલ્પકાળેય જ્ઞાની એમ માને છે કે- એનું આયુષ્ય હશે તો એ બચશે-જીવશે, હું તો તેમાં નિમિત્તમાત્ર છું. આવી વાત ! બાપુ! જન્મ-મરણના દુ:ખોથી મૂકાવાનો વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ !
અહીં અજ્ઞાનીની વાત કરે છે – “પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે–એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાષ્ટિ છે.'
અહા ! પર જીવોનો હું જીવનદાતા અને પર જીવો–દાકતર વગેરે મારા જીવનદાતાએવો અધ્યવસાય, કહે છે, ધ્રુવપણે એટલે નિશ્ચયથી અજ્ઞાન છે. ભાઈ ! દરેક જીવ પોતાના શરીરનું આયુષ્ય હોય તો જીવે છે; કોઈનો જિવાયો જીવે છે એમ છે જ નહિ. દાકતરી અજ્ઞાની હોય તે એમ માને કે ઔષધ-ઈન્જકશન આદિ વડે મેં એને જિવાડી દીધો, બચાવી દીધો; પણ એમ છે નહિ. “હું બીજાને જિવાડી દઉને બીજા મને જિવાડી દે'-એ તો મિથ્યા શ્રદ્ધાન છે અને તેથી એવું માનનાર મિથ્યાદષ્ટિ છે.
જ્ઞાનીને પણ પરને જિવાડવાનો વિકલ્પ આવે છે, મુનિરાજને પણ છકાયના જીવની રક્ષાનો વિકલ્પ હોય છે; પણ એ તો અસ્થિરતાનો વિકલ્પ બાપુ! મારો જિવાડ્યો તે જીવશે એમ જ્ઞાનીને છે જ નહિ. જીવનું જીવન તો તે તે કાળની તેની યોગ્યતાથી છે અને મને જે વિકલ્પ આવ્યો છે તે તો તેના જીવનની સ્થિતિમાં (–જીવવામાં) નિમિત્તમાત્ર છે એમ જ્ઞાની યથાર્થ માને છે. સમજાણું કાંઈ..?
પ્રશ્નઃ- કોઈને બચાવી શકાતો હોય તો જ બચાવવાનો વિકલ્પ આવે ને?
ઉત્તર:- એમ નથી બાપુ! બીલકુલ એમ નથી. એ તો પોતાના પ્રમાદના (અસ્થિરતાના) કારણે જરી વિકલ્પ આવે, પણ મારા વિકલ્પને કારણે સામો જીવ બચ્યો છે એમ જ્ઞાની ત્રણકાળમાં માનતો નથી. બીજાના જીવનમાં (–જીવવામાં) હું તો નિમિત્તમાત્ર છું, એનો કર્તા નહિ એમ જ્ઞાની યથાર્થ માને છે. જ્યારે બીજાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com