________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ એકેન્દ્રિય જે શાકભાજી-ભીંડા, તુરિયાં, દૂધી ઈત્યાદિને હું છરી વડે કાપી શકું છું ને આંગળીથી ચૂંટી શકું છું-એમ પરની ક્રિયા કરી શકું છું એમ માનનારો મિથ્યાદષ્ટિ છે; કેમકે આત્મા શરીરાદિ પરથી જુદો હોવાથી તે આંગળી હલાવી શકે નહિ ને આંગળીથી છરી વડે કાપી શકે નહિ. બાપુ! આ તો જગત સમક્ષ વીતરાગ પરમેશ્વરનો પોકાર છે. ભાઈ ! શું તું પરની ક્રિયા કરી શકે છે? પરની સત્તામાં શું તારો પ્રવેશ છે કે તું એને હણી શકે? પર જીવની સત્તામાં કે જડ પરમાણુમાં તારો પ્રવેશ જ નથી, પછી તું પરને કેમ હણી શકે? વળી તારી સત્તામાં પર જીવનો કે પરમાણુનો પ્રવેશ જ નથી; પછી પર જીવો તને કેમ હણી શકે ?
ત્યારે કેટલાકને એમ થાય કે-જો આમ છે તો બધા એક બીજાને નિરંકુશ થઈ મારશે.
અરે ભાઈ! કોઈ કોઈ અન્યને મારી શકતો જ નથી ત્યાં પછી પ્રશ્ન શું છે? ભાઈ ! આ તો “નિ[TUત્તો ઘમ્મી'-ભગવાન જિનેશ્વરદેવે કહેલો ધર્મ મહા અલૌકિક! જે સમજશે તે સ્વરૂપમાં રહેશે, બાકી અજ્ઞાનીની શું કથા? (તે તો રખડશે ).
ભાઈ ! કોઈ કોઈ પરને મારી શકતો નથી એ સિદ્ધાંત છે. મારવાના ભાવ હોય, પણ એથી તે સામા જીવને મારી શકે છે કાંઈ? બીલકુલ નહિ હોં.
તો જુઓ, રાજાના હુકમથી પંડિત શ્રી ટોડરમલજીને હાથીને પગે મસળી નાખ્યા કે નહિ?
બાપુ! એ તો ક્રિયા જે કાળે થવાની હતી તે થઈ છે, એનો બીજો કોઈ (હાથી કે રાજા) કરનારો નથી. (નિમિત્તથી કહેવાય એ વાત બીજી છે). અહા! કેવો એ ધર્મની દઢતાનો પ્રસંગ! મને કોઈ હુણતું નથી એવી શ્રદ્ધાની સમતાનો એ મહા અલૌકિક પ્રસંગ હતો. અહા! પોતે વિષમતા રહિત ભગવાન જ્ઞાનસ્વભાવમાં રહી ગયા અને દેહ છૂટી ગયો.
બીજે, આત્મા અજર-અમર છે; માટે તું માર, તને વાંધો નથી-એમ જે ઉપદેશ છે એ તો તત્ત્વથી તદ્દન વિપરીત વાત છે. અહીં તો મારવાનો જે અભિપ્રાય છે કે હું પરને હણું ને પર મને હણે તે મિથ્યાત્વ છે એમ કહે છે, કેમકે કોઈ કોઈને મારી શકતું જ નથી. મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ એટલે જે અનંત સંસારનું કારણ છે એવું મહાપાપ. જે થઈ શકે નહિ તે થઈ શકે છે એમ અનંત-અનંત પદાર્થ સંબંધી માનવું-એવી મિથ્યાશ્રદ્ધામાં અનંત-અનંત રસ-અનુભાગ છે અને એના ફળમાં અનંત સંસાર છે.
હવે કહે છે-“અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.” અહા ! જ્ઞાનીને, બીજો મારવા આવે તે કાળે, મને એ મારી શકતો નથી એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com