________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૪૭]
[ ૫૧ ધ્રુવપણે (-નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે.
શું કીધું? કે પર જીવોને એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવો જે શરીર સહિત છે તેમને હું હણું છું-હણી શકું છું એમ જે માને છે તે નિયમથી મૂઢ અજ્ઞાની છે. બીજા જીવોને હણવું એટલે શું? એની વ્યાખ્યા એમ છે કે એને દશ પ્રાણ છે એનાથી હું એનો જુદો કરી શકું છું. પાંચ ઈન્દ્રિય, મન-વચન-કાય, આયુ ને શ્વાસ વગેરેથી એના આત્માને જુદો કરી શકું છું. ભાઈ ! હું ઈન્દ્રિયો કાપી શકું, આંખને ફોડી શકું ઈત્યાદિ જે માન્યતા છે તે નિયમથી અજ્ઞાન છે, મૂઢતા છે.
પ્રાણો જડ છે ને આત્મા ચેતન છે. બન્ને જુદી જુદી ચીજ છે. કોઈ કોઈને અડેય નહિ તો પછી આત્મા જડ પ્રાણોને જાદો કેમ કરી શકે ? ત્રણકાળમાં ન કરી શકે. બાપુ! આ વીતરાગનો માર્ગ દુનિયાથી સાવ જુદો છે. એટલે તો કેટલાક કહે છે કે આ સોનગઢથી નવો કાઢયો છે. પણ ભાઈ ! આ તો સનાતન માર્ગ છે, તેને અહીં આચાર્ય કુંદકુંદે પ્રગટ કર્યો છે અને તે અહીં કહેવાય છે. સમજાણું કાંઈ..?
“હું પરને હણું ને પરજીવો મને હણે ' એમાં તો હું ને પર-બને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. ભાઈ ! એક દ્રવ્યને અન્ય દ્રવ્યની ક્રિયા કરતું માને છે એ તો મૂઢ અજ્ઞાની છે. કેમ? કેમકે એ પરની ક્રિયા ક્યાં કરી શકે છે? પરનું જે અસ્તિત્વ હયાતી છે તે તો એને પોતાને લઈને છે, કાંઈ આને લઈને નથી. અહો ! આ ત્રણલોકના નાથનો સ્વતંત્રતાનો ઢંઢેરો છે કે સર્વ દ્રવ્યો સ્વતંત્ર છે, કોઈ કોઈને લઈને છે, વા કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યની ક્રિયા કરે છે એમ છે જ નહિ.
પણ નિમિત્ત તો છે ને?
ઉત્તર:- નિમિત્ત છે એનો અર્થ શું? એટલો જ કે કાર્યકાળે બીજી ચીજની હયાતીમોજુદગી છે, પણ આમાં-ઉપાદાનમાં તે કાંઈ કરે છે એમ છે નહિ.
આગળની ગાથાઓમાં પણ આવી ગયું કે-રાગની એકતાબુદ્ધિ બંધનું કારણ છે પણ મન-વચન-કાયની ક્રિયા કે ચેતન-અચેતનનો ઘાત આદિ બહારની ક્રિયા બંધનું કારણ નથી. મતલબ કે તે પરની ક્રિયા કરી શકતો જ નથી. અહીં પણ કહે છે કે-હું પરને હણું છું કે પર મને હણે છે એવો જે અધ્યવસાય નામ મિથ્યા માન્યતા છે તે ધ્રુવપણે એટલે નિયમથી ચોક્કસપણે અજ્ઞાન છે. હવે જૈનમાં જન્મેલાને પણ ખબર નથી કે જૈનપરમેશ્વર શું કહે છે? આ તો હણવાનું કીધું છે, આગળ જિવાડવાનું પણ કહેશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com