________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
તેણે સ્વરૂપની સ્થિતિનો ઇન્કાર કરીને સ્વરૂપની જ હિંસા કરી છે. માટે તે બહા૨માં હિંસા ન કરતો હોય તોપણ તે હિંસાનો કરનારો હિંસક જ છે. અને જેની દૃષ્ટિ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા ઉપર પડી છે તેને ભલે બહારમાં સર્વ સંબંધો હોય તોપણ તે નિબંધ છે, કોઈ કારણો તેને બંધન કરતાં નથી.
હવે કહે છે–‘આથી એમ ન સમજવું કે ૫૨જીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઇ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ ૫૨જીવનો ઘાત પણ થઇ જાય તો તેનાથી બંધ થતો નથી.
જુઓ આ સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો. પોતે રુચિપૂર્વક-બુદ્ધિપૂર્વક હિંસા કરે ને એમ કહે કે અમે હિંસા કરી નથી તો કહે છે કે એમ ન ચાલે. ઉપયોગમાં રાગાદિકનું એકત્વ કરે અને પરજીવના ઘાત પ્રતિ પ્રવૃત્ત થાય અને કહે કે અમને તેનાથી બંધ નથી તો કહે છે–એમ નહિ ચાલે; એને તો બંધ અવશ્ય થશે જ. આ તો જેને રાગરહિત નિર્વિકાર નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા દૃષ્ટિમાં આવ્યો છે તેને, બુદ્ધિપૂર્વક-રુચિપૂર્વક પરઘાતના પરિણામ નથી તેથી કદાચિત્ અવશપણે ૫૨જીવનો ઘાત થઇ જાય તો તે બંધનું કારણ નથી એમ વાત છે. પરંતુ રાગની રુચિપૂર્વક જે પરઘાતની પ્રવૃત્તિ છે તે તો હિંસા જ છે, અને એ બંધનું કારણ છે. માટે સ્વચ્છંદી થઇ હિંસા ન કરવી એમ કહે છે.
પંચેન્દ્રિયનો ઘાત થાય તોપણ જ્ઞાનીને હિંસા કહી નથી-એમ માનીને, એ કથનને છળપણે ગ્રહીને કોઈ અજ્ઞાની પરઘાતમાં રોકાય તો તેને તો અવશ્ય હિંસા થશે કેમકે તેને રાગની રુચિ છે જ. એ જ વિશેષ કહે છે–
‘પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્દભાવ આવશે અને તેથી ત્યાં હિંસાનો બંધ થશે જ.
શું કીધું ? બુદ્ધિપૂર્વક એટલે ઉપયોગમાં રાગનું એકત્વ કરીને, હું આને મારું એમ રુચિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો રાગાદિકનો સદ્ભાવ થશે અને તેથી ત્યાં હિંસા થશે જ. બંધ થશે જ. અહા વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! જ્ઞાનીને તો રાગની એકત્વબુદ્ધિ નથી તેથી રાગનો સદ્દભાવ નથી. કિંચિત્ (અસ્થિરતાનો) રાગ છે તે પરમાં જાય છે. તેને બધી ક્રિયાઓ ૫૨માં જાય છે. એ પરને ૫૨૫ણે જાણતા જ્ઞાનીને રાગનો સદ્દભાવ નહિ હોવાથી બંધ થતો નથી. આવી વાત છે ભાઈ! આ કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી.
કહે છે–‘ પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્દભાવ આવશે ’–ભાષા જોઇ? આને હું મારું ને આને જીવાડું ને આની સાથે ભોગ લઉ–એમ સ્વચ્છંદે પ્રવર્તે અને માને કે મેં કયાં હિંસા કરી છે તો કહે છે-એમ નહિ હાલે ભાઈ ! જેને ૫૨પ્રવૃત્તિનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com