________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૬–૩૦૭ ]
[ ૫૧૯
જોયું ? સમકિતીના વ્યવહારને કે જે પ્રતિક્રમણ, પંચપરમેષ્ઠીનું સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિરૂપ છે તેને અહીં નિશ્ચયથી ઝેરનો ઘડો કહ્યો છે કારણ કે તે કર્મબંધનું જ કારણ છે. શુભભાવોને ઝેર કહેવાનો આશય તેનો પક્ષ છોડાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીન-સ્થિર કરાવવાનો છે. અહા ! શુભાશુભને છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયમાં એકાગ્ર થઈ હૈ રતે નિશ્ચય-૫૨માર્થ પ્રતિક્રમણ છે અને એ જ ધર્મ છે અને શુભથી છોડાવવાનું આ જ પ્રયોજન છે. શુભને છોડીને અશુભમાં જા એમ આશય નથી અને એમ હોય પણ નહિ. (એમ સમજે એ તો એની સ્વચ્છતા છે).
વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર સામાયિક, સ્તવન, વંદન ઈત્યાદિ જે સમકિતીને વ્યવહાર હોય છે તે બધો પરના આશ્રયે પ્રગટ થાય છે; અને પરના આશ્રયે જે ભાવ થાય તે બંધનું જ કારણ છે. તેથી વ્યવહારનો પક્ષ છોડાવી નિશ્ચયસ્વરૂપમાં લીન કરાવવાના પ્રયોજનથી વ્યવહા૨-પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યો છે. એમ કે એ વ્યવહારના ઝેરને છોડા અંદર અમૃતસ્વરૂપ ભગવાન આત્મા છે એમાં લીન-સ્થિર થઈ જા. લ્યો, આવી વાત છે. હવે કહે છે
‘અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રતિ એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે.’
શું કીધું ? એક તો જ્ઞાનીનું દ્રવ્યપ્રતિક્રમણ અને અજ્ઞાનીનું અપ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ સહિતનો બધો શુભરાગ–એ બેયથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપ અપ્રતિક્રમણ જે ત્રીજી ભૂમિ છે તે, કહે છે, અમૃતકુંભ છે; કેમકે તે અબંધસ્વરૂપ છે, અમૃતસ્વરૂપ છે. તેથી કહે છે–ભાઈ ! શુભથી ખસીને શુદ્ધમાં જા તો કલ્યાણ થશે, શુભમાં પડી રહેવામાં કલ્યાણ નહિ થાય. અપ્રતિક્રમણાદિ આ ત્રીજી ભૂમિ છે ત્યાં એક શુદ્ધ આત્માનું આલંબન છે તેથી તેને અમૃતકુંભ કહ્યો છે. આ ત્રીજી ભૂમિમાં આવી રહેવાની વાત છે.
એને બિચારાને એક તો વ્યવહારે પણ (પાપકર્મથી) નિવૃત્તિ મળે નહિ અને કદાચિત્ મળે તો અંતઃપ્રવૃત્તિ (આત્મપ્રવૃત્તિ ) કરે નહિ તો તે પણ ઝેર છે એમ કહે છે. એક ત્રીજી ભૂમિએ પહોંચે એ જ અમૃતકુંભ છે. અહા! ત્રીજી ભૂમિએ ચડવા-પહોંચવા અજ્ઞાનીનું અપ્રતિક્રમણ છે એ તો છોડાવ્યું છે, જ્ઞાનીનું દ્રવ્યપ્રતિક્રમણ પણ છોડાવ્યું છે. સમજાય છે. કાંઈ..... ?
ભાઈ! આ ત્રીજી ભૂમિકામાં જે અપ્રતિક્રમણાદિ કહ્યું છે તે આત્મસ્વરૂપ છે. જ્ઞાનીને જે દ્રવ્ય-પ્રતિક્રમણાદિ વ્યવહા૨ છે તે આત્મસ્વરૂપ નથી, ધર્મરૂપ નથી; તેથી તેને વિષકુંભ કહી છોડાવ્યો. જુઓ, જ્ઞાનીને-ધર્મીને વચ્ચે દ્રવ્યપ્રતિક્રમણાદિ શુભભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com