________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ હવે કહે છે- “તત્વ' તો પછી “નની અધ: અધ: પ્રપતન ૬િ પ્રમાતિ' માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? “નિષ્ઠા:' નિષ્પમાદી થયા થકા “ઉર્ધ્વમ્ ઉર્ધ્વમ કિં ન ધરોહતિ' ઊંચે ઊંચે કાં ચઢતા નથી?
- આચાર્ય કહે છે–અમે શુભને-મંદ કષાયને ઝેર કહ્યું તેથી અશુભતીવ્ર કષાય તો એની મેળે જ મહા ઝેર સિદ્ધ થયું. આમ છે તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કેમ થાય છે? ભાઈ ! અહીં તો શુભમાં સંતુષ્ટ હોય તેવા જીવને શુદ્ધ આત્માની સાથે સંબંધ કરાવે છે. કહે છે-અશુભભાવ તો પ્રમાદ છે જ, પણ શુભભાવ પણ પ્રમાદ જ છે. વ્રત, તપ, ભક્તિ, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ શુભભાવ જે છઠ્ઠ ગુણસ્થાને સાચા સંત-મુનિવરને આવે છે તે પ્રમાદ છે. રાગમાત્ર પ્રમાદ છે; તે છૂટતાં સાતમું (ગુણસ્થાન) થાય છે.
અહા ! શુભને અમે હેય કહ્યું તેથી તેને છોડીને અશુભમાં જાય એવું તો બુદ્ધિમાન ન કરે. તો ભગવાન! તું નીચે નીચે ઉતરતો પ્રમાદી કેમ થાય? નિષ્પમાદી થયો થકો ઊંચે ઊંચે કાં ન ચઢે? શુભભાવને છોડીને અંદર જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેમાં જા ને; ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપે અંદર છે તેના ભેટા કર ને અને તેમાં જ બંધાઈ જા ને!
અહા! શુભને છોડી પ્રમાદી થઈ અશુભમાં તું જા એ તો તારી સ્વચ્છંદતા છે. માટે શુભને છોડી નિષ્પમાદી થઈ સ્વસ્વરૂપના આશ્રયમાં જા અને ત્યાં જ લીન થઈ જા. શુભરાગને હેય બતાવવાનું આ જ પ્રયોજન છે પ્રવચનસાર ગાથા ૧૧ માં શુદ્ધોપયોગ ઉપાદેય ને શુભોપયોગ હેય કહ્યો છે. ભાઈ, છટ્ટ ગુણસ્થાને મુનિને જે શુભોપયોગ વર્તે છે તે હેય છે. વળી ત્યાં જ ગાથા ૧૨ માં અશુભોપયોગનું અત્યંત હેયપણું પ્રસિદ્ધ કર્યું છે. એથી એ સ્પષ્ટ થયું કે શુભોપયોગને છોડીને શુદ્ધાપયોગમાં જ રહેવું. અહા! રાગરહિત અંદર આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે. તેના આશ્રયે શુદ્ધોપયોગમાં રહેવું એ જ ધર્મ છે. આ સિવાય બીજે (શુભમાં રહેવું તે) ધર્મ છે નહિ. સમજાણું કાંઈ.....?
* કળશ ૧૮૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * અજ્ઞાન અવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી ? અજ્ઞાની મિથ્યાષ્ટિને જે પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે તેની તો અહીં વાત નથી; કેમકે એ તો અજ્ઞાનમય ભાવ જ છે. જે મિથ્યાદર્શન સહિત છે અને જેને પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે એની અહીં વાત નથી, કેમકે એને તો અશુભ ઊભું જ છે.
“અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્યપ્રતિક્રમણાદિને ) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે....'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com