________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩O૬-૩૦૭ ]
[ ૫૧૫ આલંબન મૂળમાંથી જ ઉખેડી નાખ્યું છે, અર્થાત્ એને ય જ ગયું છે. પંચાસ્તિકાયમાં લીધું છે કે પંચપરમેષ્ઠીની ભક્તિથી પણ મોક્ષ દૂર છે.
જાઓ, ધર્મીને એક સમયમાં બે ધારા છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકને કાંઈક શુદ્ધતા છે ને કાંઈક અશુદ્ધતા-રાગધારા પણ છે. ભાઈ ! ચાહે વ્યવહાર રત્નત્રય હો, તોપણ એ રાગ જ છે, બંધનું જ કારણ છે અને તેથી હેય છે. પુરુષાર્થસિદ્ધયુપાય” માં કહ્યું છે કે જેટલે અંશે રાગ, એટલે અંશે બંધન, અને જેટલે અંશે સમકિત એટલે અંશે અબંધ.
આચાર્ય અમૃતચંદ્રસ્વામી ત્રીજા કળશમાં કહે છે કે દ્રવ્યદૃષ્ટિએ તો હું શુદ્ધ ચિન્માત્રમૂર્તિ છું પરંતુ નિમિત્તના વિશે અમારી પરિણતિ રાગાદિથી વ્યાસ કલ્માષિત એટલે મેલી છે. આ સમયસાર–શુદ્ધાત્માના ગ્રંથની વ્યાખ્યા કરવાથી જ અમારી પરિણતિની પરમ વિશુદ્ધિ થશે. જુઓ, અંદર દ્રવ્યદૃષ્ટિનું જોર છે ને? તો તેના બળે પરમ વિશુદ્ધિ થશે જ એમ કહે છે. જુઓ, છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મુનિરાજ પણ કહે છે–અમારી પરિણતિ કિંચિત્ મેલી-કલુષિત છે. અમને તે પોસાતી નથી, અમારે તો પરમ વિશુદ્ધિ જોઈએ. ભાઈ ! રાગનો અંશ-કણ હોય તોય તે મેલ છે અને તે હેય જ છે.
ભાઈ ! તારું સુખ સ્વાધીન સ્વ-અવલંબનથી જ પ્રગટે તેમ છે. અરે! તું સ્વને છોડીને પરદ્રવ્યના અવલંબનમાં ક્યાં ગયો? તારે શું કરવું છે પ્રભુ? રાગને પોતાનો માનીને તો ભગવાન! તું ચોરાસી લાખ યોનિમાં રઝળી મુઓ છો. અહીં તો ભાઈ ! તું પાંચ પચાસ કે સો વર્ષ રહીશ. પછી કયાં જઈશ? તારે ક્યાં રહેવું છે પ્રભુ! અહા ! દ્રવ્યલિંગ ધારીને પણ કોઈ ક્ષેત્રમાં જન્મવાનું બાકી નથી રાખ્યું. દ્રવ્યમુનિપણું ધારણ કરીને પણ સ્વના અવલંબન વિના ભગવાન! તું અનંત અનંત વાર જભ્યો ને મર્યો. નરક ને નિગોદના પણ અનંત અનંત ભવ કર્યા. તે માન્યું કે આ પંચમહાવ્રત પાળ્યાં એટલે હું વધી ગયો, પણ ભાઈ ! તું કાંઈ વધ્યો નથી. સંસાર તો તારો એવો ને એવો જ ઊભો છે. માટે હે ભાઈ ! પરાવલંબનની દૃષ્ટિ છોડી સ્વાવલંબન પ્રગટ કર.
સમ્યગ્દષ્ટિને પણ વ્યવહાર પ્રતિક્રમણાદિ જે આઠ બોલ કહ્યા છે તે હોય છે. પણ એ બધો રાગ છે. શું કીધું? કરેલા દોષોનું નિરાકરણ કરવું સમકિત કેમ થાય તે સંબંધી સમ્યકત્વાદિ ગુણોની પ્રેરણા, મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ, પંચ નમસ્કારાદિ ભણવાનો ભાવ, પ્રતિમાદિ બાહ્ય આલંબન વડે ચિત્તને સ્થિર કરવું, બાહ્ય વિષયકષાયથી પાછા હઠવું, આત્મસાક્ષીએ દોષોને પ્રગટ કરવા, ગુરુ સાક્ષીએ દોષોને પ્રગટ કરવા, પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી-એમ આ સર્વ ભાવો રાગ છે. આવા ભાવો ધર્મીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com