________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૧૪ ]
વચન રત્નાકર ભાગ-૮ સમજવું. બાકી પરમાત્મા જૈન પરમેશ્વર એમ કહે છે કે મારા આલંબનથી પણ તને રાગ થશે. પંચાસ્તિકાયમાં આવે છે કે અરિહંત પ્રત્યેનો રાગ એ મોક્ષનું કારણ નથી.
પંચાસ્તિકાય, ગાથા ૧૬૮ માં કહ્યું છે કે જરા પણ રાગ દોષની પરંપરાનું કારણ છે. અરિહંત આદિની ભક્તિ રાગપરિણામ વિના હોતી નથી, અને રાગપરિણામ થતાં આત્મા, પોતાને બુદ્ધિપ્રસાર વિનાનો રાખી શકતો નથી. બુદ્ધિપ્રસાર અર્થાત્ ચિત્તનું ભ્રમણ હોતાં શુભાશુભ કર્મોનો નિરોધ થતો નથી. આ પ્રમાણે પરદ્રવ્યનું આલંબન જેનું મૂળ છે એવો અલ્પ રાગ પણ દોષની સંતતિનું મૂળ છે. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ ! એ તો વીતરાગતાથી જ પ્રગટે છે.
અહાહા...! ચૈતન્યસ્વરૂપી આત્મા જ્ઞાયકપ્રભુ એક વીતરાગસ્વભાવથી ભરેલું તત્ત્વ છે. એના આલંબન વિના જેટલું પરદ્રવ્યનું આલંબન થશે એટલો રાગ જ ઉત્પન્ન થશે. અને એ અલ્પરાગ પણ દોષની પરંપરાનું મૂળ છે એમ કહે છે. જ્ઞાનીને એ ભાવ આવે ખરા, પણ એને એ બંધનું કારણ જાણી હેય ગણે છે.
તો બીજે શાસ્ત્રમાં અહંતાદિની ભક્તિ વગેરેને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે ને?
ભાઈ ! એ તો આરોપથી કથન છે. મોક્ષમાર્ગમાં રત-ઉદ્યમી જીવોને એવો ભાવ આવે છે એમ જાણી આરોપ દઈને ઉપચારથી તેને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. ભાઈ !
જ્યાં જે વિવેક્ષાથી કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. વાસ્તવમાં તો વીતરાગસ્વભાવી ભગવાન આત્માની સન્મુખતાએ પ્રગટેલો એક વીતરાગભાવ જ પરંપરાએ મોક્ષનું કારણ છે.
કળશટીકામાં કહ્યું છે કે બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકાં જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઈત્યાદિ છે તે “ઉજૂલિતમ્' મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે.
પ્રશ્ન- આત્મજ્ઞાન વિના હોય એની વાત છે ને?
ઉત્તર- આત્મજ્ઞાન હોય ત્યાં પણ તે રાગ વર્તમાનમાં દુ:ખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. ભાઈ રાગનો-આસ્રવનો સ્વભાવ જ આ છે. (જુઓ સમયસાર ગાથા ૭૨ ને ૭૪). ધર્મીને પણ શુભરાગથી પુણ્ય બંધાશે, એના ફળમાં સંયોગ મળશે, અને સંયોગના લક્ષે ફરી રાગ-દુઃખ જ થશે. આવી વાત! પરમાર્થ સત્ય બહુ અલૌક્કિ અને સૂક્ષ્મ છે ભાઈ !
ભાઈ ! તને સાચા દેવ, સાચાં શાસ્ત્ર અને સાચા ગુરુ મળ્યા છે તે પરદ્રવ્ય છે. તેના આલંબનથી પણ તને રાગ જ થશે. સ્વ-અવલંબને જ સ્વરૂપસિદ્ધિ છે, એ સિવાય પદ્રવ્યનું અવલંબન રાગનું-વિકારનું જ મૂળ છે. એટલે કહે છે કે – પરનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com